વાપી: દારૂની હેરાફરીની જોરદાર તરકીબ, જાણીને થઇ જશો હક્કા બક્કા
વાપી ટાઉન પોલીસે આશરે એમ્બ્યુલન્સમાંથી 40 હજારનો વિદેશી દારૂ સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે.
જય પટેલ /વાપી: 31 ડિસેમ્બરને લઇને ગુજરાત પોલીસ દ્વારા દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ગુજરાત આવેલી તમામ ચેકપોસ્ટ પર પણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે બુટલેગરો 31 ડિસેમ્બરને લઇને રાજ્યમાં દારૂની હેરાફેરી કરવા માટે અવનવી ટેકનીકોનો ઉપયોગ કરતા હોય છે. એવામાં વાપીમાં પણ બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે નવી ટેકનિક શોધી પણ પોલીસને હાથે ઝડપાઇ ગયા હતા.
બુટલેગરોએ એક નવા જ પ્રકારની ટેકનીક શોધીને દારૂની હેરફેર શરૂ કરી પણ તેમા પણ પોલીસે તેમને ઝડપી લીધા હતા. વાપીના ગોલ્ડ કોઇન સર્કલ નજીકથી એક એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂ ઝડપી લીધો છે. વાપી ટાઉન પોલીસે આશરે એમ્બ્યુલન્સમાંથી 40 હજારનો વિદેશી દારૂ સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે.
વધુમાં વાંચો...મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાને અમેરિકાના વર્જિનિયામાં 30 વર્ષ જુનું ચર્ચ ખરીદ્યું, બનાવશે મંદિર
પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રથમીક પૂછપરછમાં જાણવા મળ્યું કે, આ દારૂનો જથ્થો દમણથી અંકલેશ્લર તરફ લઇ જવાતો હતો. ત્યારે 31 ડિસેમ્બર માટે બુટલેગરો દ્વારા દારૂની મહેફીલોમાં વિદેશી દારૂની માંગ વધારે હોવાથી આ પ્રકારની તકનીકોનો ઉપયોગ કરીને વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવે છે.