ગૌરવ પટેલ, ગાંધીનગર: ગાંધીનગર જિલ્લામાં રૂપાલ ગામે માતા વરદાયિનીની ભવ્ય પલ્લી યોજાઇ હતી.દર વર્ષની જેમ આ વર્ષે પણ રૂપાલની જગવિખ્યાત પલ્લીમાં લાખો લોકો ઉમટી પડ્યા હતા. અંદાજે 10 લાખ લોકો દર્શનાર્થે ઉમટ્યા હોવાનો અંદાજ છે. તો રૂપાલ ગામે શુદ્ધ ઘીની નદીઓ વહેતી જોવા મળી હતી. લગભગ ચાડા ચાર લાખ કિલો શુદ્ધ ઘીનો ચઢાવો થયો હતો. અને હજુ પૂનમ સુધી લોકો ઘી ચઢાવશે. માતાજીની પલ્લી આખા ગામમાં ફરે છે. અને લગભગ 27 ચોકઠામાં ફરીને વરદાયિની માતાના મંદિરે પરત ફરે છે. અને પૂનમ સુધી આ પલ્લી અખંડ જ્યોત સાથે મંદિરમાં જ રહે છે. જેથી નોમની રાત્રીએ ન આવી સકનાર ભક્તો પણ પૂનમ સુધી ધી ચઢાવીને પોતાની માનતા પુરી કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


પલ્લી પરથી નીચે પડેલું ઘી વાલ્મિક સમુદાય દ્વારા એકઠું કરવામાં આવે છે. જે ઘીને ગરમ કરીને પુનઃ શુદ્ધ કરી પ્રસાદીરૂપે ગ્રહણ કરવામાં આવે છે. રૂપાલની પલ્લી અલગ અલગ ૨૭ ચકલાએ ફરીને વહેલી સવારે નિજમંદિરે પલ્લી પરત ફરી હતી. તો માતાજીની આ પલ્લી દરમિયાન રૂપાલ ગામમાં ઘીની નદીઓ વહેતી જોવા મળે છે.


ગામમાં આવેલ માતાના સ્થાનકને રોશનીથી સજાવી દેવામાં આવ્યું છે. નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપનાની સાથે માતાના જવેરા વાવવામાં આવ્યા હતા. ગામના દરેક ચોકમાં એટલી મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટે છે કે, જોઈને ઘડીક બીક લાગે, પરંતુ આજ દિન સુધી પલ્લીમાં કોઈ અનિચ્છીનીય બનાવ બન્યો નથી.


પલ્લી એટલે માતા માટે લાકડાનો ઘોડા વગરનો રથ. રૂપાલની વરદાયિની માતાની પલ્લી બ્રાહ્મણ, વણિક પટેલ, સુથાર, વણકર, વાળંદ, પીંજારા, ચાવડા, માળી, કુંભાર વગેરે જેવી અઢાર જ્ઞાતિના લોકો સાથે મળીને બનાવે છે. એટલે કે, માતાની પલ્લી સર્વધર્મ સમભાવનું પ્રતિક છે.


જે લોકોની બાધા પૂરી થઈ હોય તેઓ પલ્લીમાં ઘી ચઢાવે છે. આ ઉપરાંત બાળકો જન્મ્યા હોય, તેમને પણ પલ્લીના દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે. બાળકોનો જન્મ થયો હતો તેવી મહિલાઓ પલ્લીની સ્તુતિવંદના કરે છે. તો ગામની મહિલાઓ માથે ઘડુલિયા લઈને ગરબા કરે છે. અને ગામાન યુવનો પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ જવાનું કામ કરે છે. 


સૌ પ્રથમ જ્વાળા અને ખીજડાના પૂજનથી શરૂઆત કરાય છે. પલ્લી મંદિરમાં નીકળીને ચોકમાં આવે એટલે તેના પર ઘી રેડવાનું શરૂ કરાય છે. અહીં જ બાળકોને પલ્લીમાં માથા ટેકવાય છે.