વાસણ આહીર 25 વર્ષથી આવે છે, એના એ કામ ગણાવે છે પણ ભાજપે ઘણા કામ કર્યા છે: સી.આર પાટીલ
યુનિવર્સિટી ખાતે મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજા એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ અને જશવંતભાઈ કલ્યાણજી ગાંધી આઈ.એ.એસ. ટ્રેનીંગ સેન્ટરનું લોકાર્પણ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ 108 ગાડી ઘાસનું વિતરણ, પશુ એમ્બ્યુલન્સ લોકાર્પણ અને 740 સુપોષિત કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જૈન સમાજ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની રજતતુલા પણ કરવામાં આવી હતી
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : યુનિવર્સિટી ખાતે મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજા એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ અને જશવંતભાઈ કલ્યાણજી ગાંધી આઈ.એ.એસ. ટ્રેનીંગ સેન્ટરનું લોકાર્પણ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ 108 ગાડી ઘાસનું વિતરણ, પશુ એમ્બ્યુલન્સ લોકાર્પણ અને 740 સુપોષિત કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જૈન સમાજ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની રજતતુલા પણ કરવામાં આવી હતી
સરહદી જિલ્લા એવા વિશાળ કચ્છ જિલ્લામાં અનેક યુવાનો સરકારી પરીક્ષા માટે તૈયારીઓ કરતા હોય છે. પણ સારા અને પરવડે તેવા કોચિંગ ક્લાસ ન હોતાં અનેક વિદ્યાર્થીઓને અમદાવાદ અને ગાંધીનગર સ્થળાંતર કરવું પડતું હોય છે. પણ કચ્છની એક સામાજિક સંસ્થા દ્વારા રૂ. 51 લાખનું દાન ભેગું કરી કચ્છ યુનિવર્સિટી ખાતે IAS અને IPS માટે કોચિંગ સેન્ટર આજથી શરૂ કરવામાં આવ્યું છે. આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલના હસ્તે આ કોચિંગ સેન્ટરનો ઉદઘાટન કરવામાં આવ્યું હતું
કચ્છ યુનિવર્સિટી ખાતે IAS અને IPS માટે કોચિંગ સેન્ટરના લોકાર્પણની સાથે સાથે 108ગામોમાં 108 ગાડી મારફતે ગાયો માટે ઘાસનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા પશુ એમ્બ્યુલન્સનું લોકાર્પણ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલના હસ્તે પણ કરવામાં આવ્યું હતું.ઉપરાંત કુપોષિત બાળકોને 740 સુપોષિત કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.જૈન સમાજ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની 92 કિલો ચાંદી સાથે રજતતુલા પણ કરવામાં આવી હતી
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે કચ્છની જનતાને સંબોધતા જણાવ્યું હતું કે, કચ્છીઓની ધીરજને ખરેખર વંદન છે કે સવારના 8 વાગ્યાથી થી 12.30 વાગ્યા સુધી તપસ્યા કરી છે અને આવા ખરા તાપમાં રાહ જોઈએ છે.આમ તો કચ્છીઓ વેપારમાં જોડાયેલ હોય છે મુંબઇ હોય કે વિદેશ પણ કચ્છની હાકલ પડે ત્યારે વતનમાં સેવા કરવામાં માટે હાજર થઈ જાય છે.કચ્છમાં ધરતીકંપ વખતે પણ કચ્છી ભાઈઓ સેવા માટે હાજર થઈ ગયા હતા.મોદીજીએ પણ ભૂકંપ સમયે 1 વર્ષમાં કચ્છ પાછું ઊભું થઈ જાય એવી વાત કહી ત્યારે પણ સંસ્થાઓ, એન.જી.ઓ સેવાની વ્હારે આવ્યા હતા.આજે એજ કચ્છની ધરતી પર IAS અને IPSના કોચિંગ સેન્ટર શરૂ થઈ રહ્યા છે.આવનારા સમયમાં રાજ્યમાં IAS અને IPSની પોસ્ટ માટે કચ્છનું યોગદાન મહત્વનું રહેશે
કચ્છ જિલ્લાના યુવાનો કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે તેઓને ઘર આંગણે જ પરીક્ષાની તૈયારી માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે તેરા તુજકો અર્પણ સંસ્થાના તથા આચાર્ય મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સ્વનામધન્ય આચાર્યના જન્મદિવસે 51 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.આ આર્થિક સહયોગથી આજ રોજ આચાર્ય મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજ એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ અને જશવંતભાઈ કલ્યાણજીભાઈ ગાંધી IAS ટ્રેનિંગ સેન્ટરનું લોકાર્પણ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું
કચ્છના યુવાનો વિવિધ જાહેર સેવાઓમાં અગ્રેસર રહે તથા મહત્વના એડમિનિસ્ટ્રેટિવ પદ પર પોતાની સેવાઓ આપી સમાજના વિકાસમાં મહત્વનો ભાગ ભજવી શકે તે હેતુથી કચ્છ યુનિવર્સિટી ખાતે જીવંત રાય કલ્યાણજી ગાંધી IAS સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. આ અંતર્ગત કચ્છના યુવાનોને UPSC તેમ જ જીપીએસસીની પરીક્ષા માટે માર્ગદર્શન આપવામાં આવશે
જશવંતરાય કલ્યાણજી ગાંધી IAS સેન્ટર ખાતે શરૂઆતના તબક્કામાં જીપીએસસીની તૈયારી કરવામાં આવશે ત્યારબાદ UPSCની તૈયારી કરાવવામાં આવશે. કચ્છના યુવાનોને ઘર આંગણે માર્ગદર્શન મળી રહેશે જેથી અન્ય જગ્યાએ કોચિંગ માટે જવું નહીં પડે. તો વર્ષોથી આ પરીક્ષાઓ સાથે સંકળાયેલા તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન આપવામાં આવશે. GPSC ક્રેશ કોર્સમાં 6 મહિના માટે 40 જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે