Bharuch Seat : ભરૂચ લોકસભા આદિવાસી પ્રભુત્વ ધરાવતી બેઠક પર ચૈતર વસાવાની સામે ભાજપે 6 ટર્મ વિજેતા સીટીંગ સાંસદ મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. મનસુખ વસાવા હજુરીયા ખજૂરીયા વખતે નરેન્દ્ર મોદી સાથે રહ્યા તેનું આ ઈનામ તેમને મળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનસુખ વસાવા વર્સિસ ચૈતર વસાવા
ભરૂચ બેઠકના સમીકરણો પર એક નજર કરીએ તો, ભરૂચ બેઠકમાં 17 લાખથી વધુ મતદારો છે. જેમાં 5,49,959 આદિવાસી મતદારો છે. જ્યારે બીજા નંબર પર મુસ્લિમ મતદારો છે. 2,98,938 મુસ્લિમ મતદારો છે. જ્યારે ત્રીજા નંબર પર 1,70,056 કોળી પટેલ મતદારો છે. ત્યારે આ બેઠક પર ભાજપે 6 ટર્મથી વિજેતા થતા મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. જેની સામે પણ આ વખતે આપના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે.


ચૂંટણી પહેલા નીતિન પટેલનો મોટો ધડાકો : હું મહેસાણાથી ઉમેદવારી પરત ખેંચુ છું


મનસુખ વસાવાની રાજકીય સફર
જોકે મનસુખ વસાવા એક પ્રબળ ઉમેદવાર તરીકે ભરૂચ લોકસભા બેઠક પર છે. કારણ એ છે કે 1998 થી ભરૂચ લોકસભા ભાજપના ફાળે જ છે. મનસુખ વસાવાએ ગુજરાત વિદ્યાપીઠમાંથી એમ એસ ડબ્લ્યુનો અભ્યાસ કર્યો છે. 1983 થી મનસુખ વસાવાએ રાજકારણમાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે. પ્રથમવાર 1995 માં નાંદોદ વિધાનસભા પરથી મનસુખ વસાવા ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા અને મંત્રી પણ બન્યા હતા. જોકે તે સમયે ગુજરાતમાં કેશુભાઈ પટેલની સરકાર હતી. જોકે ત્યારના હજુરીયા ખજૂરીયા સમયે મનસુખ વસાવા નરેન્દ્ર મોદી સાથે રહ્યા હતા. જેથી હાલમાં તેમને ઇનામ મળ્યું હોઈ તેમ લાગી રહ્યું છે.


7 વાર મનસુખ વસાવાએ ભરૂચમાં કમળ ખીલવ્યું છે
ભાજપ 7મી ટર્મ ભરૂચ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડાવી રહ્યા છે. 1998 માં સ્વ.ચંદુભાઈ દેશમુખનું મૃત્યુ થયા બાદ મનસુખ વસાવાને ટિકિટ આપી હતી. એ પેટાચૂંટણીમાં મનસુખ વસાવાનો ભરૂચ લોકસભા બેઠક પર સાંસદ તરીકે પ્રથમવાર વિજય થયો હતો. ત્યારબાદ 1999, 2004, 2009, 2014 અને 2019 સુધી મનસુખ વસાવાએ ભરૂચ લોકસભા બેઠક પરથી કમળ ખીલવ્યું છે.


રિવાબાએ ગળે લાગીને પૂનમ માડમને શું કહ્યું, આ તસવીરોએ જામનગરના રાજકારણમાં ચર્ચા જગાવી


જો મનસુખ વસાવા 7મી ટર્મમાં એટલે કે 2024 માં લોકસભાની ચૂંટણી માં વિજેતા થાય છે તો એક રોકર્ડ બનાવી દેશે. મનસુખ વસાવા સામે કપરા ચઢાણો તો છે, પણ ઝઘડિયાના બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવાની ભાજપમાં જોડાવાની અટકળોથી ભાજપને ફાયદો તો થવાનો છે. પણ ભાજપની સામે ચૈતર વસાવા યુવા નેતા છે. તેમને કેવી રીતે મનસુખ વસાવા હરાવશે તે તો લોકસભા ચૂંટણીનું પરિણામ જ બતાવશે. જોકે મનસુખ વસાવાનો દાવો છે કે તેઓ 5 લાખ કરતા વધુ મતોથી વિજેતા બનશે. 


ચૂંટણી પહેલા નીતિન પટેલનો મોટો ધડાકો : હું મહેસાણાથી ઉમેદવારી પરત ખેંચુ છું