Vatva Gujarat Chutani Result 2022 : વટવા વિધાનસભામાં ફરી ભાજપનો વટ! મતદારોને પંજો કે ઝાડુ નહીં પસંદ છે કમળ
Vatva Gujarat Chunav Result 2022: આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતપોતાનો જનપ્રતિનિધિ પસંદ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. જોવાનું એ રહેશે કે આજે ઈવીએમ મશીનમાં કેદ ઉમેદવારોમાંથી કોના પર કિસ્મત મહેરબાન થાય છે.
Vatva Gujarat Chutani Result 2022: આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અત્યાર સુધીની ચૂંટણીઓ કરતા સાવ અલગ છે. કારણકે, અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ બે જ પક્ષો ચૂંટણીમાં આમને-સામને દેખાતા હતાં. જોકે, આ વખતે આમ આદમી પાર્ટીએ પણ તમામ બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખીને ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે. એટલે જ ચૂંટણી પરિણામો રસપ્રદ બન્યા છે. ગુજરાતની આર્થિક અને રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર એટલે અમદાવાદ. અમદાવાદની 16 વિધાનસભા બેઠકો છે. જેમાંથી એક છે વટવા વિધાનસભા બેઠક. હાઈપ્રોફાઈલ એવી અમદાવાદની બેઠકોના પરિણામ આ વખતે ચર્ચાના કેન્દ્રમાં છે.
વટવા વિધાનસભાનું પરિણામ:
વર્ષ 2022માં ભાજપે વટવાથી પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ટિકિટ કાપીને બાબુસિંહ જાધવને મેદાનમાં ઉતાર્યા. તો કોંગ્રેસ તરફથી બળવંત ગઢવી અને આમ આદમી પાર્ટી તરફથી બિપિન પટેલ મેદાનમાં હતા. આ સીટ પર ફરી એકવાર જનતાએ ભાજપને જીતાડીને ભગવો લહેરાવ્યો છે. આ સીટ પરથી ભાજપના બાબુસિંહ જાધવની જીત થઈ છે.
વટવા વિધાનસભા બેઠક-
અમદાવાદની વટવા વિધાનસભા બેઠક વર્ષ 2008ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવી હતી. વટવા વિધાનસભા બેઠકમાં મુખ્યત્વે અમદાવાદ શહેર તાલુકો - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ નં. - 42, ઓઢવ - 47 તેમજ દસક્રોઈ તાલુકા ગામો - કણભા, કુજાડ, બાકરોલ બુજરંગ, ગાત્રાડ, મેમદપુર, બીબીપુર, ગેરાતનગર, વંચ, ધમતવન, વિંઝોલ, વટવા, હાથીજણ, સિંગરવા, વસ્ત્રાલ, રામોલ વગેરેનો સમાવેશ થાય છે. અહીં પાટીદાર, લઘુમતી અને દલિત સમાજના લોકો મુખ્યત્વે વસવાટ કરે છે. મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં વટવાની ગણતરી થાય છે.
2022ની ચૂંટણી-
વર્ષ 2022માં ભાજપે વટવાથી પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ટિકિટ કાપીને બાબુસિંહ જાધવને મેદાનમાં ઉતાર્યા. તો કોંગ્રેસ તરફથી બળવંત ગઢવી અને આમ આદમી પાર્ટી તરફથી બિપિન પટેલ મેદાનમાં છે.
2017ની ચૂંટણી-
વર્ષ 2017ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાને કુલ 1,31,133 મતો મળ્યા હતા. જ્યારે આઈએનસી ઉમેદવાર પટેલ બિપિનચંદ્રને 68,753 મત મળ્યા હતા. આમ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં 62380 મતોથી વિજય મેળવ્યો હતો.
2012ની ચૂંટણી-
વર્ષ 2012માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રદિપસિંહ જાડેજાને 95,580 મત મળ્યા હતા. જ્યારે આઈએનસીના ઉમેદવાર અતુલકુમાર પટેલને 48,648 મત મળ્યા હતા. આમ 46,932 મતોના માર્જીનથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રદિપસિંહ જાડેજાનો વિજય થયો હતો.