અલ્કેશ રાવ/બનાસકાંઠા: વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વાવના ઇશ્વરીયા ગામની મીટિંગમાં ભાષાણ દરમિયાન નાયબ મુખ્યમંત્રી વિશે વિવાદિત નિવેદન કર્યું છે. તેમના મત વિસ્તારમાં નીતિન પટેલ દ્વારા સારા કામો કરવા માટે મંજૂરી આપવામાં આવે છે. પણ કામને રોકી રાખવાનો આરોપ પણ ગેનીબેન દ્વારા લગાવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેની બેન વિધાનસભામાં વાવ બેઠક પરથી વિજયી થયા હતા અને તેમના મત વિસ્તારમાં ભાજપ સરકાર દ્વારા કામો કરતા અટકાવી દેવામાં આવે છે. ત્યારે કોંગ્રેસના ગેનીબેન અનેક વાર વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે. અને હવે નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલની પશુ સાથે સરખામણી કરીને તેમને પાડા અને ગેડા સમાન ગણાવી દીધા હતા.


ગુજરાત BJPનો દાવો, લોકસભા ચૂંટણીમાં કરીશુ ક્લિન સ્વીપ, આવી છે રણનીતિ


કોંગ્રેસના ધારાસભ્યોના મત વિસ્તારમાં ભાજપ સરકાર દ્વારા સારો કામોની કરતા અટકાવી દેવામાં આવે છે. રોડ અને રસ્તાઓના કામોને પણ નીતિન પટેલ દ્વારા અટકાવી દેવામાં આવે છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પાર્ટીની એક બેઠકમાં આ પ્રકારનું વિવાદિત નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે.