ગુજરાતમાં વાવાઝોડું ટકરાવાને હવે થોડા કલાકો બાકી, વેરાવળથી 740 કિમી દૂર
ગુજરાતમાં આખરે સાયક્લોન વાયુ સક્રિય થયું છે. ગુજરાતના દરિયા કિનારે વાયુ વાવાઝોડુ ટકરાવાને હવે બહુ વાર નથી. વેરાવળના દરિયા કિનારે વાવાઝોડું માત્ર 740 કિલોમીટર દૂર છે. આગામી 24 કલાકમાં ગુજરાતના દરિયા કિનારે હવે વાવાઝોડું પહોંચી જશે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે ટ્વિટ કરી આ વિશેની જાણકારી આપી હતી.
અમદાવાદ :ગુજરાતમાં આખરે સાયક્લોન વાયુ સક્રિય થયું છે. ગુજરાતના દરિયા કિનારે વાયુ વાવાઝોડુ ટકરાવાને હવે બહુ વાર નથી. વેરાવળના દરિયા કિનારે વાવાઝોડું માત્ર 740 કિલોમીટર દૂર છે. આગામી 24 કલાકમાં ગુજરાતના દરિયા કિનારે હવે વાવાઝોડું પહોંચી જશે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે ટ્વિટ કરી આ વિશેની જાણકારી આપી હતી. વાવાઝોડાની આગાહીને પગલે NDRFની ટીમો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં રવાના કરી દેવાઈ છે. મહારાષ્ટ્રની 4 NDRFની ટીમોને વડોદરામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ગુજરાતમાં NDRFની કુલ 15 ટીમોને ડિપ્લોય રાખવામાં આવી છે.
જામનગરમાં 1 નંબરનું સિગ્નલ
જામનગરમાં વાયુ વાવાઝોડાની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ છે. જામનગરના તમામ બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. તો રાજ્ય સરકાર દ્વારા જામનગરને બે એનડીઆરએફની ટીમ ફાળવાઇ છે. એનડીઆરએફની એક ટીમ જામનગર અને બીજી ટીમ જોડીયા જશે. બપોર બાદ જામનગરમાં એનડીઆરએફની ટીમોનું આગમન થશે. વાવાઝોડાને પગલે દરિયામાં રહેલા 45 જેટલી બોટોને ખાતે પરત બોલાવી લેવાઈ છે. વાવાઝોડાની આગાહીના પગલે જામનગર કન્ટ્રોલ રૂમને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપી દેવાયા છે. તો જિલ્લા કલેક્ટર તાકીદની બેઠક બોલાવી તમામને સ્ટેન્ડ ટુ રહેવાના સૂચન અપાયા છે.
વાવાઝોડાને પગલે એનડીઆરએફની ટીમો ગાંધીનગરથી રવાના થઈ રહી છે. આ ટીમ પોતાની સાથે કલ્પનામાં ન આવે એ પ્રકારના સાધનો પોતાની સાથે લઇ જઇ રહ્યા છે. એનડીઆરએફએ પોતાની સાથે એક નાના કટરથી માંડીને દરિયામાં કે પાણીનાં પ્રવાહમાં ફસાયેલા લોકોને બચાવવા માટેના તમામ સાધનો પોતાની કીટમાં સામેલ કર્યા છે. વાવાઝોડું આવે અને દિવાલ ધરાશાયી થાય તો જેમાં ફસાયેલા લોકોને દિવાલ કાપીને બચાવી શકાય તેવા સાધનો પણ છે અને દિવાલ ધરાશાયી થયા પછી એના કાટમાળમાં કોઈ જીવ છે કે નહીં તે પણ ચકાસવા માટેના કેમેરા એનડીઆરએફ પાસે છે. અસાધારણ સંજોગોમાં મોબાઇલ નેટવર્કથી માંડીને વીજળી સુધી દૂર થઈ જાય તો તે સમયે સેટેલાઈટ ફોન અને જનરેટર સુધીની તમામ સાધનો એનડીઆરએફની કીટમાં છે તેવું એનડીઆરએફ જવાન દિલીપસિંહ ડાંગરનું કહેવું છે.
કીટમાં શું શું છે
- એનડીઆરએફની ટીમ પાસે રેસ્ક્યુ કામગીરી માટે લગભગ 46 જેટલા વિવિધ પ્રકારનાં સાધનો હોય છે. જેમાંથી કેટલાક મહત્વના સાધનો પર નજર કરીએ.
- હેમર કમ ડ્રીલ મશીન
- આર્પીશાવ (ઈલેક્ટ્રીક ઓપરેટેડ રોટરી ચીપિંગ ડ્રીલીંગ મશીન)
- પ્લેયર
- ડીપ ડાઈવીંગ સેટ
- આરઆરસા (રોટરી રેસ્ક્યુ કટર)
- કટિંગ મશીન
- જનરેટર
- સેટેલાઈટ ફોન
- એનડીઆરએફની એક ટીમમાં 35 જવાન હોય છે
- લાઈવ જેકેટ , બોટ, ક્યુડીએ , શેડ, જનરેટર , ઓક્સિજન, ફર્સ્ટ એડ કીટ, કટર , એર વેક્યુમ , રસ્સી, ઓક્સિજન માસ્ક જેવી સામગ્રી રહેશે.