અમદાવાદ :સાડા છ કરોડ ગુજરાતીઓના શ્વાસ બે દિવસથી અદ્ઘર હતો કે, આખરે વાયુ ગુજરાતમાં ત્રાટકશે તો કેવી હાલત થશે. પણ, હવે એ તમામ માટે રાહતના સમાચાર આવ્યા છે. વાયુ વાવાઝોડની દિશા બદલાઈ છે, જેને કારણે હવે તે ગુજરાત પર નહિ ત્રાટકે. વાયુની દિશા ઓમાન તરફ ફંટાઈ છે. જોકે, હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, તેની અસર ચોક્કસ વર્તાશે. આજે બપોરે ગુજરાતના દરિયા કાંઠે વાયુ જ્યાં જ્યાંથી પસાર થશે ત્યાં ત્યાં તેની ભારે પવન અને વરસાદ પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોજીરોટી માટે મરણિયો પ્રયાસ : તોફાનમાં ડૂબતી બોટ બચાવવા દરિયામાં કૂદ્યા માછીમારો


હવામાન ખાતાના એક્સપર્ટ અનુસાર, વાયુ વાવાઝોડુ હવે વેરાવળથી માત્ર 110 કિલી દૂર છે. તે વેરાવળથી દક્ષિણ પશ્ચિમની દિશામાં હાલ દરિયામાં અને ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. બપોર સુધીમાં વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે અથડાશે. ત્યારે વાવાઝોડાની અસર 5 જિલ્લાઓ સુધી સીમિત રહેશે. દ્વારકા, પોરબંદર, દીવ, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાઓમાં ભારે વરસાદ અને પવન ફૂંકાશે. 135-145 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે વધીને 165 કિમી પ્રતિ કલાક થઈ શકે છે. હાલ આ વાવાઝોડું વેરાવળથી 300 કિલો મીટર દૂર ઓમાન તરફ છે.


વિનાશકારી વાયુનો ખતરો યથાવત
ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો ખતરો તો યથાવત રહેશે. ગીર-સોમનાથ-દીવ થઈ વાવાઝોડું આગળ વધશે. એટલે કે, 15 જૂન સુધી વાયુ વાવાઝોડાનો ખતરો ગુજરાતના માથે મંડરાયેલો રહેશે. હવામાન વિભાગ 15 જૂન સુધી સ્થિતિ પર નજર રાખશે. તો પોરબંદર-જૂનાગઢ, કંડલા, દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. વાયુ કેટેગરી-2માંથી કેટેગરી-1માં ફેરવાયું છે. પરંતુ વાવાઝોડાની વિનાશકતા તો હજી પણ યથાવત છે. વેરાવળથી નજીક પહોંચેલું સાયક્લોન દૂર ફંટાયું છે. તેની અસરને પગલે રાજ્યભરમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. બપોરે 2 થી 3 વાગે સૌરાષ્ટ્ર દરિયાકાંઠેથી વાવાઝોડું પસાર થશે. 


સૌથી મોટા સમાચાર, ‘વાયુ’એ દિશા બદલી, હવે નહિ ટકરાય ગુજરાતમાં



હાલ વાયુ વાવાઝોડું વેરાવળથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં 110 કિમી દૂર અને પોરબંદરથી દક્ષિણ તરફ 150 કિમી દૂર છે. ત્યારે ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ પડશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 10 જિલ્લાઓને અસરગ્રસ્ત જાહેર કરાયા હતા. તો બીજી તરફ, દરિયાકાંઠા વિસ્તારોમાં વાયુ વાવાઝોડાના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. બુધવારે સવારે ગાજવીજ સાથે વરસાદ પડતાં લોકોને ગરમીથી રાહત મળી છે. અત્યારુ સુધી વરસાદી આફતમાં 6 લોકોનાં મોત થયા છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :