અમદાવાદ :વાયુ વાવાઝોડુ 13 જૂનના રોજ ગુજરાતના દરિયા કાંઠે ત્રાટકવાનું છે. આ તોફાન કેટલી તબાહી સર્જશે તો તે માલૂમ નથી, પણ હા, તે ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોને ધમરોળીને મૂકશે. ગુજરાતના તટીય વિસ્તારોમાં 110-120થી લઈને મેક્સિમમ 140 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડમાં આ વાવાઝોડુ આવવાની શક્યતા છે. ત્યારે ગુજરાત દ્વારા તોફાનને પહોંચી વળવા માટે તમામ શક્યત પગલા લેવાઈ રહ્યાં છે. ગઈકાલથી જ ગુજરાતના અનેક બંદરો પર એક નંબરનું સિગ્નલ આપી દેવાયું હતું, અને દરિયો ખેડવા ગયેલી તમામ બોટને પરત બોલાવી લેવાઈ હતી. જેથી માછીમારો તો પરત ફરી ગયા છે. પણ હાલ વાયુ વાવાઝોડાના શું અપડેટ્સ છે તે જાણી લો. 


10 પોઈન્ટમાં જાણો શું છે ‘વાયુ’ વાવાઝોડું, જે ગુજરાતના માથા પર તાંડવ કરશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરમાં 2 નંબરનું સિગ્નલ લગાવાયું
સવારે વેરાવળથી વાયુ વાવાઝોડનું અંતર 740 કિમી દૂર હતું, પણ હવે આ અંતર 690 કિલોમીટર રહી ગયું છે. જેને પગલે જામનગર સહિત તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. ગઈકાલે એક નંબરનું સિગ્નલ અપાયું હતું, જે હટાવીને બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. જામનગરના નવા બંદરે જેમ બી દ્વારા બે નંબરનું સિગ્નલ અપાયું છે. ગુજરાત પર તોળાતો વાયુ વાવાઝોડાનો ખતરો આગામી 36 કલાકમાં ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે.


દરિયામાં મોજા ઉંચા ઉછળ્યા, લોકોનું સ્થળાંતર શરૂ કરાયું
વાવાઝોડાની સંભવિત અસરના પગલે મોરબી જિલ્લામાં નવલખી દરિયા કાંઠાના ૩૯ ગામના ૫૯૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું. તો 160થી વધુ બોટ અને ૪૦૦૦ જેટલા માચ્છીમારોને દરિયામાં ન જવાની સૂચના અપાઈ છે. સાંજ સુધીમાં એનડીઆરએફની એક ટીમ મોરબીમાં પહોંચશે. અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 800 આસપાસની બોટો કિનારે લાંગરી દેવામાં આવી છે. તો હાલ અમરેલીના દરિયામાં મોજા ઊંચે ઉછળી રહ્યાં છે. અહીં એક નંબર નું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.


વડોદરા : સ્ટર્લિંગ હોસ્પિટલમાં પીરસેલા ફૂડમાંથી નીકળ્યો વંદો, Viral Videoમાં હકીકત આવી સામે


કેન્દ્ર સરકાર પણ સતર્ક થયું
રાજ્યમાં વાયુ વાવાઝોડાને લઈ કેન્દ્ર સરકાર પણ સતત સંપર્કમાં છે. આજે સાંજે 5 વાગે કેંદ્રીય કેબિનેટ સેક્રેટરી વીડિયો કોન્ફરન્સ કરશે. વીડિયો કોન્ફરન્સથી રાજ્યની સ્થિતિ અને વાવાઝોડાને પહોંચી વળવા રાજ્ય સરકારે કરેલ આયોજનની સમીક્ષા કરશે. 


ગુજરાતમાં વાવાઝોડું ટકરાવાને હવે થોડા કલાકો બાકી, વેરાવળથી 740 કિમી દૂર


ગાઈડલાઈન બહાર પાડી
ગુજરાતમાં વાવાઝોડાની આગાહીને પગલે રાજ્યના મુખ્ય સચિવે ગાંધીનગરમાં ઈમરજન્સી મીટિંગ બોલાવી છે. ગાંધીનગરની બે એનડીઆરએફની ટીમ નલિયા અને કંડલા જશે. આ મીટિંગમાં રાહત કમિશ્નર, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ અને હવામાન વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં. તો બીજી તરફ ગુજરાતના દરિયાકાંઠે આવી રહેલા વાવઝોડાને લઈને જિલ્લા કલેક્ટરો ગાઈડલાઈન બહાર પાડી છે. જિલ્લા કલેકટરે ગાઈલાઈન સર્કુલર કરી છે. ત્યારે આ ગાઈડલાઈન ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે.



લેટેસ્ટ અપડેટ...


  • હવામાન વિભાગે અમદાવાદમાં તૈયાર ખાસ કંટ્રોલ રૂમ તૈયાર કર્યો છે. આ કંટ્રોલ રૂમમાં આવનારા વાવાઝોડા પર ખાસ નજર રખાશે. કંટ્રોલ રૂમમાં સતત હવામાન વિભાગના ડાયરેકટર સહિત તમામ અધિકારીઓ ખડે પગે છે. 

  • વાયુ વાવાઝોડાના પગલે ગીર-સોમનાથના 40 ગામોને એલર્ટ કરાયા છે. સૂત્રાપાડાના 7, ઉનાના 17, કોડીનાર અને વેરાવળના 8-8 ગામોને સાવચેત રહેવા સૂચન અપાયું છે.

  • કચ્છમાં જખૌ બંદર પર પણ એલર્ટ આપવામાં આવ્યું છે. જખૌ બંદર પર માછીમારોને સચેત કરી દેવામાં આવ્યાં છે. NDRFની બે ટીમ જખૌ બંદર પર તેનાત કરી દેવામાં આવી છે. દરિયા કિનારાના વિસ્તારોમાં વાવાઝોડાની સ્થિતિ મુજબ લોકો અને વહીવટી તંત્રને સૂચિત કરાશે. 

  • વાવાઝોડાને પગલે દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે પણ એલર્ટ આપી દેવાયું છે. સુરતમાં આવેલા ડુમસના કાંઠા વિસ્તારમાં લોકોને વાવાઝોડાને પગલે તકેદારી રૂપ એલર્ટ અપાયું છે. માછીમારોને દરિયો ન ખેડવાની અપીલ કરી છે. તો બપોરે કલેક્ટરની અધ્યક્ષતામાં વાવાઝોડાને લઈને બેઠક યોજાશે. વલસાડમાં જિલ્લાના દરિયાકાંઠાના ગામોને પણ એલર્ટ અપાયું છે. વલસાડ જિલ્લાના ઉમરગામ, પારડી ગામને એલર્ટ આપ્યું છે. જરૂર પડશે તો તાત્કાલિક અસરથી લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવશે. તમામ ટીમને સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે.

  • તોફાનને પગલે ગુજરાતમાં NDRFની 15 ટીમો વિવિધ જિલ્લાઓમાં સ્ટેન્ડ બાય પર મૂકાઈ છે. રો-રો ફેરી સર્વિસનું ઑપરેશન હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે. ગુજરાતનો હવામાન વિભાગનો કંટ્રોલ રૂમ સમગ્ર વાતાવરણની પરિસ્થિતિ પર 24 કલાક નજર રાખી રહ્યું છે. સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં પણ કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે. તો વાયુને પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગનો કંટ્રોલ રૂમ પણ ધમધમી ઉઠ્યો છે. 

  • એક તરફ વાયુ વાવાઝોડું સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે, તો બીજી તરફ દરિયા કાંઠે આવેલા પર્યટન સ્થળો પરથી મુસાફરો પરત ફરી રહ્યાં છે. જેમાં દીવમાં આવેલ પર્યટકો પોતાનો પ્રવાસ ટૂંકાવી રહ્યા છે. 

  • આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની પણ રજા કેન્સલ કરાઈ છે. તમામ કર્મચારીઓને હેડ ક્વાટર નહિ છોડવા આદેશ અપાયા છે. તેમજ આરોગ્ય કેન્દ્રો ઉપર દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા તાકીદ કરાઈ છે. 

  • વાવાઝોડાની આગાહીના પગલે રો રો ફેરી સર્વિસ સ્થગિત કરાઈ છે. તારીખ 12 અને 13 જૂન સુધી રો રો ફેરી સર્વિસ બંધ રહેશે.