સુરતઃ વીર નર્મદ યુનિવર્સિટી અંતર્ગત આવતી કોલેજોના પ્રોફેસરો પોતાની સાથે ઠગાઈ થઈ હોય તેવું મહેસૂસ કરી રહ્યા છે.. જી હાં, વીર નર્મદ યુનિવર્સિટીના એક નિર્ણયના કારણે પ્રોફેસરોએ રાજ્યવ્યાપી આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી દીધી છે.. આખરે કેમ યુનિવર્સિટીના પ્રોફેસરો અચાનક વિરોધ પર ઉતરી ગયા અને શું છે વીર નર્મદ યુનિવર્સિટીનો એ નિર્ણય,, જુઓ આ રિપોર્ટમાં.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત વીર નર્મદ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે.. યુનિવર્સિટી દ્વારા પ્રોફેસરોના મહેનતાણાને લઈને એક નિર્ણય કરવામાં આવ્યો છે જેને લઈને પ્રોફેસરોમાં આક્રોશ છે.. હકીકતમાં યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે મહેનતાણાનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે..


જેમાં પરીક્ષાની કામગીરી કરનારાઓના મહેનતાણામાં ઘટાડો કરાયો છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટનની સુપરવિઝનની કામગીરીમાં 50 રૂપિયાનો ઘટાડો કરાયો છે. આ ઉપરાંત ઉત્તરવહીના મૂલ્યાંકનમાં 7 રૂપિયા સુધીનો ઘડાટો કરાયો છે. આ ઉપરાંત અન્ય 50 જેટલા કાર્યોના મહેનતાણામાં પણ ફેરફાર કરાયો છે..


આ પણ વાંચોઃ ગરમે ઘૂમવા માટે ખેલૈયાઓમાં અનેરો થનગનાટ, અમદાવાદની બજારોમાં નવરાત્રિની રોનક


યુનિવર્સિટી દ્વારા મૂલ્યાંકનના આ નવા મહેનતાણું જાહેર કર્યા બાદ તેનો અમલ માર્ચ 2024 અને ત્યાર બાદ લેવાયેલી પૂરક પરીક્ષાની કામગીરી માટે ચૂકવવામાં આવશે. VNSGUના બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.. હકીકતમાં પ્રોફેસર આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે અને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો આરોપ લગાવી રહ્યા છે..


હકીકતમાં પ્રોફેસરની માગ છેકે, યુનિવર્સિટી પાસે વધારો કરવાની માગ નથી કરતા પરંતુ, મહેનતાણામાં કોઈપણ પ્રકારનો ઘટાડો ન થવો જોઈએ.. પ્રોફેસર દ્વારા એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છેકે, જો યુનિવર્સિટી દ્વારા તેમની માગોને સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે..


બીજી તરફ યુનિવર્સિટીના કુલપતિનું કહેવું છેકે, પરીક્ષાલક્ષી કામગીરી માટેના મહેનતાણાની ચૂકવણી કોરોના વખતે નક્કી કરવામાં આવેલી રકમના આધારે થતી હતી.. હાલ સ્થિતિ સામાન્ય થઈ હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ તો કુલપતિ દ્વારા નિર્ણયની સમીક્ષા કરવા માટે સમિતિ  રચી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.. પરંતુ, અગત્યની વાત એ છેકે, આ પ્રમાણે અનેક નિર્ણયોથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિવાદોમાં રહે છે.