ગરમીમાં શાકભાજીનાં ભાવમાં બમણો વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાયું
ગરમીમાં સૌથી વધુ વપરાતા લીંબુના 140 રૂપિયે પ્રતિ કિલો અને લીલા મરચા રૂ.160ના કિલોના ભાવે પહોંચી જતાં મધ્યમ અને ગરીબ વર્ગ હેરાન-પરેશાન
મૌલિક ધામેચા / અમદાવાદઃ ગરમી વધતાની સાથે જ શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. જે શાકભાજી પહેલા રૂ. 40 થી 60 કિલો મળતું હતું, હવે તેના ભાવ બમણા થઇ ગયા છે. શાકભાજીની આવક ઓછી થઈ જતાં તેની સીધી અસર ભાવ પર પડી રહી છે. શાકભાજીના વધતા ભાવે ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્યું છે. ટૂંકા પગારમાં ગુજરાત ચલાવતો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ હેરાન-પરેશાન થઈ ગયો છે.
શાકભાજી ભાવ (રૂ.પ્રતિ કિગ્રા)
મરચા 160
લીંબુ 140
આદુ 150
પરવળ 130
વટાણા 130
ચોળી 120
ગવાર 120
ભીંડા 110
કાકડી 70