India's First Private Agriculture Marketing Yard ગૌરવ પટેલ/અમદાવાદ : ગુજરાતના સહકાર ક્ષેત્રમાં ખાનગી એપીએમસીનો પ્રવેશ થયો. જ્યારે કેન્દ્ર સરકારે કૃષી કાયદા બનાવ્યા હતા ત્યારે એવો દાવો થતો હતો કે દેશમાં ખાનગી માર્કેટ ઉભા થવાથી એક સ્પર્ધાત્મક વાતાવરણ ઉભુ થશે. ખેડૂતોને પોતાની પ્રોડક્ટ વેચવા માટે નવો વિકલ્પ મળશે અને ખેડૂતોને ઉત્પાદનના વધારે ભાવ મળશે. ગુજરાતમાં સૌ પ્રથમ ખાનગી એપીએમસીની શરુઆત થઇ જેમાં લીલા શાકભાજીના વેપાર માટે તખ્તો તૈયાર થયો છે. અમદાવાદના રીંગ રોડ પર રોપડા ગામે ભાજપના નેતાઓએ કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ યાર્ડના નામે શાકભાજીનુ માર્કેટ શરુ કર્યુ. જે 10 લાખ સ્કવેર ફૂટમાં પથરાયેલું છે. ખાનગી એપીએમસીથી ખેડૂતોને વધારે ભાવ મળવાનો દાવો કરવામાં આવ્યો હતો, શુ ખરેખર ખેડૂતોને વધારે ભાવ મળે છે જોઇએ આ રીપોર્ટમાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

22 ફેબ્રુઆરી 2023 ના દિવસે કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ યાર્ડનું ઉદઘાટન થયુ. અમે કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટના 27 ફેબ્રુઆરીના અને સરકારી એપીએસમી જમાલપુરના 27 ફબ્રુઆરીના ભાવની તુલના કરી. જેમા માત્ર ગણીગાંઠી જણસીના ભાવ ખાનગી એપીએમસીમાં સામાન્ય વધારે રહ્યા, બાકી ભાવ નીચા રહ્યાં. 


27 ફેબ્રુઆરી 2023ના 20 કિલોના ભાવ


શાકભાજી કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ જમાલપુર એપીએમસી
કોથમીર 100-200 120-200
મેથી 160-240 100-240
ગાજર 180-240 220-260
બીટ 200-260 160-260
આદુ  ં 1100-1200 960-1100
લીંબુ 1100-1200 800-1500
મરચા ગોલર 240-500 300-400
મરચા દેશી 240-640 300-700
તુરીયા 240-700 200-800
ગીલોડા 400-1300 400-1300
કારેલા 700-1000  700-900
કાકડી 200-400 100-400
ભીંડા 1000-1100 900-1300
વટાણા 240-480 240-500
તુવેર 700-1100 700-1100
દુધી 200-400 160-400
ટામેટા 100-200 100-200
વાલોર 160-300 120-400
ફ્લાવર 160-300 160-300
કોબીજ 100-200 100-200 80-200
રવૈયા 120-500 160-600
રીંગણ 140-400 160-500

 


નો ભાવ સામે આવ્યો જેમાં આદુ તુવેરમાં મહત્તમ ભાવ સરકારી એપીએમસી થી એક કિલોએ 50 પૈસાથી એક રૂપિયો વધારે ભાવ મળ્યો એટલેકે એક મણનો ભાવ 50 રૂપિયાથી 100 રૂપિયા વધારે મળ્યો. ફ્લાવર ટામેટા ગીલોડાના દર બંને માર્કેટમાં સરખા ભાવે રહ્યાં. જ્યારે બાકીની જણસીમાં ખાનગી માર્કેટની સરખામણીએ એપીએમસી જમાલપુરના ભાવ 50 પૈસાથી માંડી 5 રૂપિયા સુધીના વધારે મળ્યા. 


29 એપ્રીલ 2023 ના 20 કિલોના ભાવ


શાકભાજી કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ જમાલપુર એપીએમસી
વટાણા 240-480 240-500
તુવેર 700-1100 700-1100
દુધી 100-140 100-500
ટામેટા 120-500 80-240
વાલોર આવક નથી  300-700
ફ્લાવર 160-480 200-500
કોબીજ 100-200 160-240 80-200
રવૈયા 240-300 140-600
રીંગણ 140-500 80-300

આટલા શાકભાજીના ભાવ સામે આવ્યો છે. કર્ણાવતી માર્કેટ યાર્ડમાં એક માત્ર આદુનો ભાવ જમાલુપર એપીએસમી કરતાં વધારે જોવા મળ્યો. કર્ણાવતી અગ્રીકલ્ચર માર્કેટમાં વેપાર કરતા વેપારીઓ આધુનિક માર્કેટના વખાણ કરી રહ્યાં છે. જો કે માત્ર હોલસેલર વેપારી જ અહી જોવા મળે છે, એવા કેટલાક ગણ્યા ગાંઠ્યા ખેડૂતો અહી જણસી વેચી રહ્યા છે, જેઓ હોલસેલ વેપાર કરે છે. લાંબા સમયથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોનું કહેવુ છે કે શરૂઆતના બે દિવસ કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટમાં શાકભાજીના વેચાણ માટે ગયા હતા. જોકે ત્યાં પુરતા ભાવ અને યોગ્ય ગ્રાહકો ન મળતાં ફરી તેઓ કમોડ એપીએમસી અને જમાલપુર એપીએમસીમાં પરત ફર્યા છે. કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટની સરખાણીએ સરકારી એપીએમસીમાં ઉંચા અને યોગ્ય ભાવ મળતો હોવાનો દાવો ખેડૂતો કરી રહ્યા છે.


કર્ણાવતી એપીએમસી માર્કેટમાં જથ્થાબંધ શાકભાજીની ખરીદી કરી અમદાવાદ બહાર કે રાજ્ય બહાર શાકભાજી મોકલતા વેપારીઓ વેપાર કરી રહ્યા છે. એટલે આ માર્કેટ હોલસેલનુ માર્કેટ બનીને રહી જતુ દેખાઇ રહ્યુ છે. સરકારી એપીએમસીની સરખામણી ખૂબ ઓછા ખેડૂત કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટમાં પોતાની જણસીનું વેચાણ કરવા જતા હોય તેવુ જણાઇ રહ્યુ છે.


ખેત પેદાશો માટે ખાનગી માર્કેટ હોય તો ખેડૂતોને સારા ભાવ મળે તે વાત નો છેદ ઉડતો હોય એવુ સ્પષ્ટ દેખાય છે.