અમદાવાદ :એક તરફ અતિવૃષ્ટિ અને બીજી તરફ માવઠાના મારથી ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોની ખેતી નિષ્ફળ ગઈ છે. કપાસ, ડાંગર, દિવેલા, એરંડા, બાજરી જેવા પાકને ભારે નુકશાન થયું છે. પણ આ સાથે જ શાકભાજીની ખેતીને પણ મોટાપાયે નુકશાન થયું છે. ત્યારે આગામી સમયમાં શાકભાજીના ભાવોમાં ધરખમ વધારો થાય તો નવાઈ નહિ. વડોદરાના ખેડૂતોએ જણાવ્યું કે, કેવી રીતે તેમની શાકભાજીનો પાક નિષ્ફળ ગયો છે.


Maha Cyclone બ્રેકિંગ : દરિયામાં ટર્ન લીધા બાદ વાવાઝોડાએ 100 કિમીનું અંતર કાપ્યું, આવતીકાલે સવારે ટકરાશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા જિલ્લાના ખેડૂતો વધુ પડતા ખેતીમાં શાકભાજી પર નિર્ભર રહે છે અને વધુ પડતી શાકભાજી વડોદરા જિલ્લામાં પકવવામાં આવતી હોય છે. ત્યારે કમોસમી વરસાદને પગલે વડોદરા જિલ્લાના ખેડૂતોના ટામેટાના પાકને નુકશાન જતા તમામ પાક નિષ્ફળ જઈ રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં ટામેટાના ભાવમાં ધરખમ વધારો જોવા મળશે. કારણકે તૈયાર થયેલા ટામેટાના પાક પર કમોસમી વરસાદના મારને પગલે ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે. જેને લઇ આવનાર દિવસોમાં લાલચોળ ટામેટા સામાન્ય જનતાને લાલચોળ બનાવે તેમાં નવાઈની વાત નથી. 


વિચિત્ર કિસ્સો : હાઈટેન્શન વાયરના કરંટથી કિશોરનું હૃદય પણ દાઝ્યું, જટિલ સર્જરી કરીને બચાવી લેવાયો જીવ


શિયાળુ શાકભાજી મોડી આવશે, સાથે મોંઘી પણ...
શાકભાજીની ખેતી કરતા ખેડૂતોએ જણાવ્યું કે, છેલ્લા ઘણા વર્ષો બાદ ગુજરાતમાં જરૂર કરતા પણ વધારે વરસાદ વરસતા લીલો દુષ્કાળ પડ્યો છે અને સાથે સાથે ખેડુતોને પણ ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. આણંદ શાકભાજીનું હબ ગણવામાં આવે છે. શાકભાજીનુ વાવેતર પહેલા તેનુ ધરૂ તૈયાર થતુ હોય છે. વધારે વરસાદને કારણે ફુગ અને કોહવાટ લાગતા ધરૂવાડીયા બગડીયા ગયા છે. ખેતીની નવી પદ્ધતિ પ્રમાણે ખેડૂતો શાકભાજી NA તૈયાર છોડ લાવીને વાવતા હોય છે ત્યારે વધારે વરસાદથી આ ધુરૂવાડીયા અને ખેડુતોએ વાવેલ શાકભાજીના નવા છોડોને પણ ભારે નુકશાન થયું છે. એક તો શિયાળુ શાકભાજી પંદરથી વીસ દિવસ મોડુ આવશે અને થોડુ મોંઘુ પણ મળશે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :