મુસ્તાક દલ/જામનગર :જામનગરમાં આજે મોરકંડા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. માલવાહક વાહને પદયાત્રીઓને અડફેટે લેતા ત્રણ પદયાત્રીઓના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. પાંચ પદયાત્રીઓ ચાલતા જતા હતા. જેમાંથી ત્રણના મોત નિપજ્યા છે અને એકની હાલત ગંભીર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, જામજોધપુરના સોનવાડિયા ગામના રહેવાસી કેશભાઈ પોલાભાઈ રાડા (ઉં.વ.18), પોલાભાઈ જેઠા, ભોજભાઈ ગોકળભાઈ ભરવાડ (ઉં.વ.50), કવાભાઈ અને ટીડાભાઈ અમરાભાઈ ભરવાડ મોરબી નજીક મચ્છુ માતાજીના મંદિરે પગપાળા જવા નીકળ્યા હતા. સવારના સમયે એક માલવાહક વાહને તમામ પદયાત્રીઓને અડફેટે લીધા હતા. જેમાં કેશભાઈ, પોલાભાઈ અને ભોજભાઈનું મોત નિપજ્યું છે. જ્યારે કે અન્ય બે જણાને ગંભીર રીતે ઈજા પહોંચી છે. 


જોકે, કયા વાહને પદયાત્રીઓને ટક્કર મારી છે તે હજી જાણી શકાયુ નથી. પોલીસ દ્વારા વાહનની શોધખોળ હાથ ધરાઈ છે. જોકે, અકસ્માત એટલો અરેરાટીભર્યો હતો કે, ઘટના સ્થળ પર મૃતકોના લોહીના રેલા પડ્યા હતા.