મૌલિક ધામેચા/અમદાવાદ: પોલીસ દ્વારા એક બાઈક ચોર ગેંગને પકડી પાડવામાં આવી છે. ગેંગના ત્રણ સભ્યો બાઈક ચોરીઓ કરી હતી અને તેને વેચવાના હતા પણ તે પહેલાં પોલીસે પકડી પાડ્યા હતા. જોકે પોલીસે આ ગેંગના સભ્યોની પૂછપરછ કરતાં ચોકાવનારી હકીકતો સામે આવી હતી. જોઈએ કોણ છે આ ગેંગના સભ્યો અને ક્યાંથી, કઈ રીતે બાઈક ચોરી કરતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદની કાગડાપીઠ પોલીસે એક ચોક્કસ માહિતી આધારે કાંકરીયા રોડ અણુવ્રત સર્કલ પાસેથી એક વ્યક્તિ ગેરકાયદેસર હથિયાર અને 10 કારતુસ ,છરી સાથે પકડી પાડ્યો. જોકે પોલીસે પૂછપરછ કરતાં બાઈક ચોર ગેંગનો પર્દાફાશ થયો હતો. આ ગેંગ દ્વારા શહેરના પૂર્વ વિસ્તાર જેવાકે કાગડાપીઠ, મણીનગર, ઇસનપુર સહિતના વિસ્તારો માંથી બાઈક ચોરી કરતા હતા. બાઈકની ડુપ્લીકેટ ચાવીઓ બનાવી બાઈક ચોરી કરી હતી. પોલીસે આ બાઈક ચોર ગેંગ પાસેથી 7 જેટલા બાઈક કબ્જે કર્યા છે. 


આ પણ વાંચો:


યુવાઓ માટે સારા સમાચાર! ગુજરાત પોલીસ ભરતી 2023ને લઈને મોટા સમાચાર


કુદરતની કરામત કહો કે ગ્લોબલ વોર્મિગ! કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય


છોટાઉદેપુરના આ યુવકને દિલથી સલામ! ખેતી કરવા અનોખો સસ્તો રસ્તો શોધ્યો!


બાઈક ચોર ગેંગ પાસેથી બાઈક કબ્જે કરવામાં આવ્યા હતા સાથે જ 7 જેટલી ખોટી આર.સી બુક પણ મળી આવી હતી. બાઈક ચોર ગેંગનો આરોપી શૈલેષકુમાર ઉર્ફે લાલો વ્યાસ ગેરકાયદેસર હથિયાર સાથે નીકળ્યો હતો અને તેની પાસેથી જ છરી અને કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે સૈલેશની પૂછપરછમાં સામે આવતું કે શૈલેષનો મિત્ર પ્રદિપ અને ચિરાગસિંહ ત્રેનાય બાઈક ચોરી કરતા હતા.


ત્રણેય મિત્રો આર્થિક રીતે મુશ્કેલીમાં હોવાથી બાઈક ચોરી કરી પૈસા કમાવવા શોર્ટકટ રસ્તો અપનાવ્યો હતો. બાઈક ચોર ગેંગ સાત જેટલા બાઈક ચોરી બાદમાં તેને વેચી ને પૈસા કમાવવાનો પ્લાન બનાવ્યો હતો. તેના માટે આરોપી પ્રદિપ લોટલાએ ઓનલાઇન એમેઝોન એપ માંથી ડુપ્લીકેટ આર.સી.બુક બનાવવા માટે પ્લેન ચીપ કાર્ડ મંગાવી પોતાના મોબાઇમાં પિક્સસેલ લેબ એપ્લિકેશન દ્વારા એડિટ કરી આર.સી બુક બનાવી હતી.


આ પણ વાંચો:


ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, દર મહિને 45 મહિલાઓ પર બળાત્કાર


કેરીના રસિકો માટે ખુશખબર : આફૂસ અને કેસર ભરપૂર આવશે, ડિસેમ્બરે આપ્યા આ સંકેત


ગુજરાત કેબિનેટમાં ધો. 6થી 8 વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત,આ યોજના મજૂરોનું પેટ ઠારશે


હાલ તો પોલીસે ત્રણેય બાઈકચોર ને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી શૈલેષ પાસેથી મળેલું ગેરકાયદેસર હથિયાર પણ તે પોતાના શોખ માટે લઈ આવ્યો હોવાનુ સામે આવ્યું છે. ત્યારે આ બાઇકચોર ગેંગ અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ કે હજી પણ કેટલા બાઈક ચોરી કર્યા છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.