ઝી બ્યુરો/અમદાવાદ: વેજલપુર પોલીસે ફતેવાડી વિસ્તારમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલ્યો આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી પત્ની અને બે દીકરાઓએ ભેગા મળીને 46 વર્ષીય પિતા યુસુફભાઈ ખોખરેની હત્યા નીપજાવતા વેજલપુર પોલીસે પત્ની સહિત બે દીકરાઓની ધરપકડ કરી લીધી છે. એક જ લોહીના સંબંધ ધરાવતા કોણ છે આ હત્યારાઓ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલની ભયંકર આગાહી: આ મહિનામાં ગુજરાતમા થશે અતિવૃષ્ટિ, જાણો ક્યા કેટલો પડશે વરસાદ


વેજલપુર પોલીસ સ્ટેશનમાં ઉભેલા આરોપી પત્ની અને બે દીકરાના નામ આબેદાબાનું ખોખર, મોહમ્મદ શરીફ અને શાહનવાઝ છે. પત્નીએ પતિની બે દીકરાઓએ પિતા યુસુફ ખોખરની હત્યા કરવાના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ ફતેવાડી કેનાલ વિસ્તારમાં આવેલ નજીલા રેસીડેન્સીમાં રહે છે. 24 જુલાઈની મોડી રાત્રે મૃતક યુસુફને લાકડીઓનો વડે માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.


ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોટો ખુલાસો : આરોપી તથ્ય પટેલનો DNA ટેસ્ટ થયો મેચ


સમગ્ર ગુનાની વિગતવાર વાત કરીએ તો મૂર્તક યુસુફ ખોખર રોજે દારૂ પીવાની આદત ધરાવતો હોવાથી નશાની હાલતમાં રોજે ઘરમાં ઝઘડા કરતો હતો. 24 જુલાઈની મોડી રાત્રે દારૂ પીને ઘરમાં આવતા આરોપી પત્ની અને બે દીકરા વચ્ચે બબાલ થઈ હતી. આ બબાલે એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે આરોપી પત્ની અને બે દીકરાઓએ લાકડીઓ વડે યુસુફને માર મારવાનું શરૂ કર્યું હતું. જેમાં મૃતક યુસુફનું માથું દીવાલે પટકાતા માથાના ભાગે ઈજા થઈ હતી અને ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.


2700 કરોડ ખર્ચ, ઓપેરા હાઉસ કરતાં મોટું, કેવું છે 123 એકરમાં ફેલાયેલું IECC સેન્ટર


ચોકાવનારી બાબત તો એ છે કે હત્યાની ઘટનાની કોઈને જાણ ન થાય તે માટે શ્વાસની બીમારી હોવાનું બહાનું બતાવી આરોપીઓએ મૃતકની અંતિમ ક્રિયાઓ કરી દીધી હતી. પરંતુ મૃતકનો મોટો ભાઈ ઘરે આવી ડેડ બોડીને ચેક કરતા માથાના ભાગે લોહી નીકળેલું દેખાતા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળ પર જઈને તપાસ કરતા શરીરે ઇજાના નિશાનો મળી આવ્યા હતા અને જેના આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓ ની ધરપકડ કરી લીધી છે.


સૌથી મોટો રિપોર્ટ! તથ્યને જે ગાડીનો ઘમંડ હતો, એ જગુઆર જ 'ઝલ્લાદ'ને અપાવશે સજા


હાલ તો પોલીસે ત્રણેય આરોપીઓ સામે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ દિશા માં તપાસ તેજ કરી છે.


આ શહેરમાં મલેરિયાથી 43 વર્ષીય મહિલાનું મોત,15 દિવસમાં રોગચાળાના આતંકથી 12 લોકોના મોત