PM Modi Gujarat Road Show: આજથી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ થયો છે. સૌથી મોટા આર્થિક અવસર માટે ગુજરાત સજ્જ થઈ ગયું છે. પાટનગર ગાંધીનગર અને ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024 ન માત્ર ગુજરાત પણ દેશ અને દુનિયા પર અલગ જ છાપ છોડવાની છે. આજે અમદાવાદ ભારત અને UAE ની મિત્રતાની સાક્ષી પૂરશે. જેમાં દેશ, વિદેશના અનેક ઉદ્યોગપતિઓ, પ્રતિનિધિ મંડળ ભાગ લેવા આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એલર્ટ રહેજો! ગુજરાતમાં આવી રહી છે મેઘસવારી; આગામી 24 કલાકમાં આ જિલ્લાઓ પર તૂટી પડશે


જોકે પીએમ મોદીના આ રોડ શોની એક ખાસિયત છે. આ રોડ શો અમદાવાદનો પ્રથમ પ્લાસ્ટિક ફ્રી રોડ શો છે. પ્લાસ્ટીકની બોટલ, પાન મસાલા અને ચાના કપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઠેર ઠેર 14 જેટલી પાણીના પરબની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદના દાઉદી વોરા સમાજના લોકો  રોડ શોમાં જોડાયા છે. બાપુનગરના દાઉદી વોરા સમાજના લોકો રોડ શોને લઈ ઉત્સુક છે. તેમણે જણાવ્યું હતું કે, પીએમ ગુજરાતી છે જેનું ગૌરવ છે અને UAE ના રાષ્ટ્રપતિની ઝલક મેળવવા આવ્યા છીએ. તમામ કામ પડતા મૂકીને નાગરિકો રોડ શોમાં પહોંચ્યા છે.


અહો આશ્ચર્યમ! ગુજરાતીઓએ જ વસાવ્યું હતું માલદીવ! જાણો કઈ રીતે બન્યું મુસ્લિમ રાષ્ટ્ર


વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ચાર દેશનાં રાષ્ટ્રપ્રમુખ, 18 દેશનાં ગર્વનર-મંત્રીઓ તેમજ 14 દેશનાં 1 લાખ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેવાનાં છે. VVIP મહાનુભાવોને લઈ એરપોર્ટથી લઈ ગાંધીનગરને જોડતા રસ્તાઓ વ્યસ્ત રહેવાનાં કારણે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરી છે. ત્યારે દુબઈના પ્રેસિડન્ટ સાથે પીએમ મોદીનો આજે ભવ્ય રોડ શો યોજાવાનો છે. અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધીનો તેમનો 3 કિમી લાંબો રોડ શો નીકળશે. 


PM Modi in Gujarat Live Updates: UAEના રાષ્ટ્રપતિ સાથે કરશે અમદાવાદમાં ભવ્ય રોડ શો, મોદી પહોંચ્યા એરપોર્ટ


પીએમ મોદી અને UAEના રાષ્ટ્રપતિના રોડ શો દરમિયાન આરોગ્ય વિભાગની ટીમો ઉપસ્થિત છે. અલગ અલગ દસ ટીમો દ્વારા મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. બેભાન થવાના અથવા ચક્કર આવવાના કિસ્સાઓ સમયે મેડિકલ ટીમો સારવાર આપશે. ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ પણ તૈનાત કરાઈ છે.


આ કંપની લાવી શાનદાર ઓફર, માત્ર ₹1809 બુક કરો ફ્લાઇટની ટિકિટ, જાણો વિગત


પીએમ મોદીના રોડ શોનો રુટ 
એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધીનો 3 કિલોમીટર લાંબો રોડ શો રહેશે. એરપોર્ટ સર્કલથી ઈન્દિરા બ્રિજ સુધીનો રોડ શો રહેશે. આ માટે એરપોર્ટથી ડફનાળા સર્કલથી ઈન્દિરા બ્રિજ સુધીનો રોડ બંધ રહેશે.