લાલજી પાનસુરીયા/આણંદ: ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ રવિવારે કરમસદની મુલાકાતે આવ્યા હતા. ત્યાં સરદાર સાહેબના ઘરની મુલાકાત લીધી હતી. આ સમયે તેવો દ્વારા ખુબ ધીરજ પૂર્વક સરદાર સાહેબના ફોટોગ્રાફને ધ્યાનથી નિહાળ્યો હતો. અને મોટા ભાગની તસ્વીરને ઓળખતા હોય તેવી રીતે સમજતા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરદાર સાહેબના ઘરની મુલાકાત સમયે વીજીટર ડાઇરીમાં નોંધ કરી હતી. અને સરદાર સાહેબના આઝાદી સમયના યોગદાનની પ્રસંસા કરી હતી. સાથે સાથે આ સમયે ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સ્થાનિક સાંસદ દિલીપ પટેલ અને જીલ્લા પ્રમુખ મહેશભાઇ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.


પાટીદાર IPSનું વિવાદીત નિવેદન, પોલીસનો સંયમ તૂટશે તો મોટી દુર્ઘટના થશે


ત્યાર બાદ તેવો સરદાર પટેલ મેમોરીયલ ખાતે એક સરદાર સાહેબની ડોક્યુમેંટ્રીઇ નીહાળી હતી. વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે, સરદાર વલ્લભભાઇ પટેલ દ્વારા દેશ માટે આપવામાં આવેલા બલિદાનને યાદ કર્યું હતુ. સરદાર સાહેબના ઘરની મુલાકાત લઇને ધન્યતાનો અનુભવ થાય છે.