દુબઇમાં વસતા કચ્છી વ્યક્તિનો વીડિયો વાયરલ, કચ્છના લોકોને કરી આ અપીલ
કચ્છમાં વધતા કોરોના કેસ અંગે દુબઇથી કચ્છીની વ્યથાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કચ્છ અને બૃહદ કચ્છના લોકોને ખાસ ભલામણ કરી છે. દુબઇમાં વસતા કચ્છીએ ત્યાં પણ કચ્છની ચિંતા સેવી સાવચેતીની અપીલ સાથે વીડિયો વાયરલ કર્યો છે.
રાજન્દ્ર ઠક્કર, કચ્છ: કચ્છમાં વધતા કોરોના કેસ અંગે દુબઇથી કચ્છીની વ્યથાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કચ્છ અને બૃહદ કચ્છના લોકોને ખાસ ભલામણ કરી છે. દુબઇમાં વસતા કચ્છીએ ત્યાં પણ કચ્છની ચિંતા સેવી સાવચેતીની અપીલ સાથે વીડિયો વાયરલ કર્યો છે.
આ પણ વાંચો:- CM રુપાણીનું પ્રજાજોગ સંબોધન, પાન મસાલાની દુકાનો સહિત આ દુકાનોને મળી છુટછાટ
આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. કચ્છમાં કચ્છ બહારથી આવતા લોકો અને ખાસ કરીને રેડ ઝોન એવા મુંબઇથી આવતા લોકોને ભરતભાઈએ અપીલ કરી છે. કચ્છમાં સામાન્ય કોરોના પોઝિટિવ કેસ ઓછા છે પરંતુ હાલના તબક્કે જે પ્રવાહ મુંબઇગરોઓ વતનની વાટ પકડી છે. ત્યારે એક જ દિવસમાં 14 જેટલા કેસો થયા છે એને લઇને ભરતભાઈએ દુબઇમાં વસીને પણ કચ્છની ચિંતા સેવી અને તેમણે અપીલ પણ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube