વડોદરાઃ દેશના પ્રથમ ગૃહમંત્રી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જન્મજયંતી પ્રસંગે 31 ઓક્ટોબરના રોજ તેમની 182 મીટર ઊંચી પ્રતિમાનું અનાવરણ થવાનું છે. દુનિયાની સૌથી ઊંચી એવી આ પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું અનાવરણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે, જે તેમનો ડ્રીમ પ્રોજેક્ટ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

30 ઓક્ટોબરના રોજ રાત્રે અહીં એક ભવ્ય લેઝર શોનું આયોજન કરાયું હતું. આ દરમિયાન સરદાર પટેલની પ્રતિમાને લેઝર લાઈટિંગથી ચમકાવામાં આવી હતી. 


આ પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની બમણી ઊંચી છે અને નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમની સામે સાધુ બેટ ખાતે તેનું નિર્માણ કરાયું છે. મોદી દ્વારા પ્રતિમાના અનાવરણ બાદ ત્રણ વિમાન અહીં ઉડ્ડયન ભરશે અને આકાશમાં કેસરી, સફેદ અને લીલા રંગ સાથે તિરંગો બનાવશે. પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીકમાં દેશભરમાંથી ખેડૂતો પાસેથી ઉઘરાવેલા લોખંડથી બનેલી 'વોલ ઓફ યુનિટી'નું પણ ઉદ્ઘાટન કરશે. 


31 ઓક્ટોબર ઐતિહાસિક દિવસ હશેઃ વિજય રૂપાણી
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, 31 ઓક્ટોબરનો દિવસ ઐતિહાસિક દિવસ હશે જ્યારે ભારતને એકસુત્રમાં બાંધનારા સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા દેશને સમર્પિત કરવામાં આવશે. 



તેમણે જણાવ્યું કે, સરદાર પટેલની પ્રતિમા પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદે જોયું હતું. મોદીએ આશા વ્યક્ત કરી છે કે 'લોહ પુરુષ'થી જાણીતા સરદાર વલ્લભ ભાઈ પટેલની આ વિશાળ પ્રતિમાના કારણે રાજ્યમાં પ્રવાસનને વેગ મળશે. 



સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી ડબલ છે સરદાર સાહેબની પ્રતિમા
સરદાર પટેલની પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' વર્તમાનમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવી 'સ્પ્રિંગ ટેમ્પલ ઓફ બુદ્ધા'થી 29 મીટર ઊંચી છે. ચીનની આ પ્રતિમાની ઊંચાઈ 153મીટર છે. સરદારપટેલની પ્રતિમા ન્યુયોર્કમાં આવેલી સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની પ્રતિમા કરતાં ડબલ છે. 


સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એક ગેલેરી પણ બનાવવામાં આવી છે, જ્યાં લિફ્ટ મારફતે પહોંચી શકાશે. અહીં એકસાથે 200 લોકોના ઊભા રહેવાની ક્ષમતા છે. આ ગેલેરીમાંથી સામે સરદાર પટેલ ડેમ, તેનો કેચમેન્ટ એરિયા, સતપુડા અને વિંધ્યાચલની પર્વતમાળાનો સુંદર નજારો જોવા મળશે. 


31 ઓક્ટોબરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરવાના છે.