ઉદય રંજન, અમદાવાદ: "રૂલ બનાના સરકાર કા કામ હે તોડના હમારા" આ ફિલ્મી ડાયલોગની રીલ અને એ પણ દારૂ-બિયરની બોટલો સાથે બનાવી સોશિયલ મીડિયા પર મૂકી પોલીસને પડકાર ફેકનાર બુટલેગરની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી અને કાયદાનો પાઠ ભણાવ્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તાર જેવા કે રિવરફ્રન્ટ, જમાલપુરમાં દારૂની બોટલો સાથે ફિલ્મના ડાયલોગની રીલ બનાવનાર હવે રિયલ પોલીસના હાથે આવી ગયો છે. જમાલપુર વિસ્તારમાં રહેતા આ બુટલેગરની શું છે ક્રાઇમ કુંડળી આવો જાણીએ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમાં ઉભેલા આરોપીનું નામ મોહમ્મદ ઝૈદ ઉર્ફે ઝૈદુ છે. જે જમાલપુરના મચ્છીપીરની દરગાહ પાસે રહે છે. આરોપીની ઉંમર માત્ર ૨૦ વર્ષ છે. પરંતુ નાની ઉંમરમાં ફેમસ થવા માટે સોશિયલ મીડિયા પર વીડિયો મૂકી પોલીસને પડકાર ફેંકવાની ભૂલ તેણે કરી હતી. જોકે આ વીડિયો વાયરલ થતાં સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં લાગી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળતા રાજસ્થાન ખાતેથી આરોપીને ઝડપી પાડી સરકારના નિયમો શીખવાડી ન કરવાના કામ કરવાની માનસિકતા પોલીસે તોડી નાખી હતી.


વિદ્યાર્થીઓ દુનિયાના કોઈપણ ખૂણાએથી મેળવી શકશે ડિગ્રી, યુનિવર્સિટી દ્વારા લેવાયો આ નિર્ણય


આરોપીના ગુનાહિત ઇતિહાસની જો વાત કરીએ તો આરોપી સામે બે વર્ષ પહેલાં ખોખરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો થયો હતો અને ઇસનપુર વિસ્તારમાં ગાડીઓ સળગાવી તોફાન મચાવવાના કેસમાં ઈસનપુર પોલીસના હાથે વર્ષ 2020 માં ઝડપાયો હતો. જ્યારે દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીના કેસમાં આરોપી નાસતો ફરતો હતો. જે ગુનામાં આરોપીની ધરપકડ કરાઈ છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીની પૂછપરછ કરતાં પોતે જમાલપુર વિસ્તારમાં રહેતા તેના મિત્રો સાથે ચાલુ ગાડીમાં દારૂ પીને વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે બનવ્યો હોવાની કબૂલાત કરી છે. પોતે જમાલપુર વિસ્તારમાંથી જ મિત્રો સાથે ગાડીમાં નીકળ્યો હોવાની કબૂલાત કરી છે.


અમદાવાદના નરોડામાં જ્વેલર્સ શોપ પર ચોર ટોળકી ત્રાટકી, દુકાન માલિક લુંટાઈ ગયો


આરોપી રમકડાંના વેપારીના ત્યાં કામ કરતો હોવાનું હાલ પોલીસને જણાવી રહ્યો છે. પણ તે અગાઉ દારૂ વેચી બુટલેગરનું કામ પણ કરતો હતો. તો આ વાયરલ થયેલા વીડિયો મામલે સ્થાનિક પોલીસનું કામ ક્રાઇમ બ્રાન્ચે કરી તો દીધું અને હવે આરોપીની કસ્ટડી ગાયકવાડ હવેલી પોલીસને સોંપવાની કાર્યવાહી કરવા મથામણ ચાલી રહી છે. જોકે ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા આરોપી સામે કોઈ ગુનો ના નોંધાયો હોવાનું કહી કસ્ટડી ના મેળવી અને અંતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની કસ્ટડી દાણીલીમડા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે. ત્યારે હવેલી પોલીસની આરોપી સામે કોઈ કાર્યવાહી ન કરતા અનેક શંકા કુશંકાઓ ઊભી થઈ રહી છે. પોલીસને આવા પડકાર ફેકનાર સામે આખરે હવેલી પોલીસે અત્યાર સુધીમાં કેમ કોઇ કાર્યવાહી ન કરી તે એક સવાલ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube