ઝી બ્યુરો/અમદાવાદ: હવે ડૉક્ટરો નહીં પણ ભૂવા દર્દીઓને સાજા કરશે. જી.હા...જો તમે આના પર વિશ્વાસ ના કરતા હોય તો જોઈ લો આ વીડિયો. અમદાવાદના સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. જેના હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. અમદાવાદના સિવિલ હોસ્પિટલના ICUમાં જઈને ભૂવાએ વિધિ કરી હોવાની વાત સામે આવી છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની જગ્યાએ ભૂવા રોગને મટાડતા હોય તેવી લાગી રહ્યું છે. ભૂવાનો વિધિ કરતો વીડિયો વાયરલ થતાં ચારેબાજુથી લોકો કોમેન્ટ કરી રહ્યા છે. એક બાજુ વેન્ટિલેટર પરના દર્દી છે અને ભૂવાએ તેના પર વિધિ કરી હતી. સિવિલ હોસ્પિટલના તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. એટલું જ નહીં, ભુવાની વિધિ કર્યા બાદ દર્દી સાજા થઈ ઘરે પહોંચ્યા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.


આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ સિવિલ હોસ્પિટલના આઈસીયૂમાં ભૂવાઓ રોગ મટાડે છે. સિવિલ હોસ્પિટલના Icuમાં જઈ ભૂવાએ વિધિ કરી હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. એટલું જ નહીં, ડોક્ટરની દવાથી નહિ ભૂવાની વિધિથી દર્દી સાજા થયા હોવાનો પણ દાવો કરાયો છે. આ ઘટના વચ્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. હોસ્પિટલમાં જડબેસલાક સિક્યોરિટી વચ્ચે ભૂવો Icu સુધી કેવી રીતે પહોંચ્યો એ પણ એક મોટો સવાલ ઉભો થયો છે. વેન્ટિલેટર પર રહેલા દર્દીની ભૂવાએ રીતસરની અગરબતી લઈને વિધિ કરી હતી.


વાયરલ વીડિયો અંગે સુપ્રીટેન્ડ્ન્ટનું મહત્વનું નિવેદન
અમદાવાદ સિવિલ હોસ્પિટલના વાયરલ વીડિયો અંગે સુપ્રીટેન્ડ્ન્ટનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરતા આ વ્યક્તિ દર્દીના સગા બનીને હોસ્પિટલમાં ગયા હોવાનું માલુમ પડ્યું છે. દર્દીના સગાને જવા માટે હોસ્પિટલમાંથી પાસ આપવામાં આવે છે તેનો ઉપયોગ કરીને આ વ્યક્તિ દર્દી સુધી પહોચ્યો હોવાનું પ્રાથમિક તારણ છે. આઇ.સી.યુ.માં દાખલ દર્દીની સંપૂર્ણપણે સિક્યુરીટી અને ઇન્ફેક્શન ન લાગે તે પ્રમાણે કર્ટેન્સ સાથે ગોપનીયતા રાખવામાં આવે છે. તેનો દૂર ઉપયોગ કરીને આ વ્યક્તિ દ્વારા વીડિયો બનાવવામાં આવ્યો હોવાનું માનવું છુ. 


વધુંમાં આ વીડિયોમાં જે દર્દી બતાવવામાં આવ્યું છે તે ઓલરેડી વેન્ટીલેટર પર છે પરંતુ તે વેન્ટરલેટરની ટ્રીટમેન્ટમાં સ્ટેપડાઉન થઇ રહ્યું છે એટલે કે સાજું થઇ રહ્યું છે. એટલે ભુવા કે અન્ય કોઇ વિધિ , માન્યતા દ્વારા આ દર્દી સંપૂર્ણપણે સાજુ થયું છે તે કહેવું અંધશ્રધ્ધાથી ભરેલું છે. દર્દીઓની સારવાર, સુરક્ષા તેમની જીંદગી બચાવવી એ જ અમારી પ્રાથમિકતા છે. અને તેનું સંપૂર્ણપણે ધ્યાન સિક્યુરીટી દ્વારા પણ રાખવામાં આવે છે. પરંતુ હવે દર્દીના સગા બનીન એ કોટ (ખાટલા) સુધી આ વ્યક્તિ પહોંચ્યું છે તો તેવા કિસ્સામાં પણ હવે આગામી સમયમાં વધુ ધ્યાન રાખીને આ પ્રકારની ઘટના કોઇપણ હોસ્પિટલમાં ન બને તેનું ધ્યાન રાખવામાં આવશે. આ ઘટનાની પણ ગંભીરતાથી નોંધ લઇ તપાસ કરવામાં આવશે.