સુરતના બગીચામાં નમાઝ પઢવાનો VIDEO વાયરલ, હિંદુ સંગઠનોએ ગંગાજળ છાંટી હનુમાન ચાલીસાના પાઠ કર્યા
ડિંડોલી વિસ્તારમાં આવેલા સરકારી બગીચામાં સાંજના સમયે મુસ્લિમ સમાજના બે લોકો નમાઝ પઢતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ હિંદુ સંગઠનોના કાર્યકરો રોષે ભરાયા હતા.
ઝી બ્યુરો/ચેતન પટેલ: શહેરમાં ફરી જાહેરમાં નમાઝ પઢવાનો વીડિયો વાયરલ થયા બાદ ખળભળાટ મચી જવા પામ્યો છે. સરકારી ગાર્ડનમાં નમાઝ પઢવાનો વીડિયો વાયરલ થયા બાદ હિંદુ સંગઠનોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા છે. એટલું જ નહીં, બગીચામાં જઈ ગંગાજળનો છંટકાવ પણ કર્યો હોવાની વાત સામે આવી છે.
ઉત્તર ભારતમાં BJP નો ચહેરો બનશે નીતિન પટેલ? મોદી સહિત 4 CM સાથે કરી ચૂક્યા છે કામ
ગુજરાતના સુરત શહેરમાંથી એક ઘટના સામે આવી છે. જેમાં બે લોકો નમાઝ અદા કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા સરકારી બગીચામાં સાંજના સમયે મુસ્લિમ સમાજના બે લોકો નમાઝ પઢતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ હિંદુ સંગઠનોના કાર્યકરો રોષે ભરાયા હતા. બીજા દિવસની રાત્રે પોતે તે બગીચામાં પહોંચ્યા અને સામૂહિક રીતે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના છઠ સરોવર ગાર્ડનનો છે.
હે રામ! સ્વામિનારાયણ સંપ્રદાયના સંતનું કરોડોનું ગફલું,ત્યાગવલ્લભ સ્વામીના ખુલાસા બાદ
હિન્દુ સંગઠનના કાર્યકરોએ આ ઘટના વિશે જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાનો આ બગીચો સાર્વજનિક છે અને લોકો અહીં સવાર-સાંજ ફરવા આવે છે. સુરત મહાનગરપાલિકાના બગીચો છઠ સરોવર ગાર્ડન તરીકે પ્રખ્યાત છે, જ્યાં છઠ્ઠના તહેવારની મોટી પૂજા થાય છે, અહીં લોકોની ધાર્મિક લાગણી ગાર્ડન સાથે જોડાયેલી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બે મુસ્લિમ સમુદાયના લોકો સાંજના સમયે નમાઝ પઢતા જોવા મળે છે અને કેટલાક બાળકો તેમની આસપાસ રમતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનો મેદાને આવ્યા હતા.
એવું તો શું થયું કે હવામાન વિભાગને પણ આંટીએ ચડાવનાર અંબાલાલ પટેલ પહેલીવાર ખોટા પડ્યા
વીડિયો વાયરલ થયાના બીજા દિવસે હિન્દુ સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં અહીં એકઠા થયા હતા. જે જગ્યાએ નમાઝ અદા કરવાનો વીડિયો વાયરલ થયો હતો, તે જ જગ્યાને મંત્રોચ્ચાર કરી ગંગાજળથી પવિત્ર કરવામા આવી હતી. અને બગીચાના આંગણામાં સામૂહિક રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો હતો.
ફિલ્મ 'આદિપુરુષ' વિવાદમાં હવે મોરારી બાપુએ ઝંપલાવ્યું, કહ્યું; નાટક બનાવો કે ફિલ્મ..