નવી દિલ્હી (નિર્મલ ત્રિવેદી/જયેશ દોશી): વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સ્વાસ્થ્યને લઈને હંમેશાથી જ જાગરૂક જોવા મળે છે. યોગથી લઈને શારીરિક કસરતો અને વ્રતને પણ તેઓ ખુબ મહત્વ આપે છે. સ્વાસ્થ્યને લઈને તેમનું આ સમર્પણ રવિવારે ગુજરાત પ્રવાસમાં જોવા મળ્યું. ગુજરાતના કેવડિયા ગામમાં 20 ડિસેમ્બરથી શરૂ તયેલી ડીજી કોન્ફરન્સમાં સામેલ થવા પીએમ મોદી ત્યાં પહોંચ્યા હતાં અને અહીં તેઓ આટલા વ્યસ્ત કાર્યક્રમમાં પણ મોર્નિંગ વોક કરતા જોવા મળ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે પોતાની વ્યક્ત દિનચર્યા વચ્ચે દિવસની શરૂઆત મોર્નિંગ વોકથી કરી ત્યારે સ્થાનિકો તો પીએમ મોદીને તેમની વચ્ચે જોઈને ખુબ ખુશ થઈ ગયાં. રસ્તા પર લોકોએ પીએમ મોદીને ગુડમોર્નિંગ કહ્યું અને તેમનો વીડિયો પણ  બનાવ્યો. 


સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચેલા પીએમ મોદી રવિવારે સવારે લગભગ 5.30 વાગે કેવડિયા ગામના રસ્તાઓ પર મોર્નિંગ વોક કરવા માટે નીકળી પડ્યા હતાં. આ  દરમિયાન તેમની સુરક્ષામાં તહેનાત એસપીજીના જવાન  પણ તેમની સાથે હાજર હતાં. પીએમ મોદીએ આ દરમિયાન વીવીઆઈપી સર્કિટ હાઉસથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી મોર્નિંગ વોક કર્યું. સોશિયલ મીડિયા પર તેમના આ વીડિયો ખુબ  વાઈરલ થઈ રહ્યાં છે. 


અત્રે જણાવવાનું કે ગુજરાતમાં 20 ડિસેમ્બરથી શરૂ થયેલી દેશના ડીજીપી, આઈજીના સંમેલનમાં પીએમ મોદી સામેલ થયા હતાં. ટોચના પોલીસ અધિકારીઓની આ બેઠક સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે થઈ હતી. ગુજરાતના નર્મદા જીલ્લામાં 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યુ હતું.