અમદાવાદઃ રાજ્યમાં સોમવારે ધામધૂમપૂર્વક દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં પણ લોકોએ ફટાકડા ફોડીને તહેવાર ઉજવ્યો હતો. પરંતુ આ વચ્ચે અમદાવાદના સિંધુ ભવન રોડ પર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. અહીં કેટલાક નબીરાઓએ જાહેરમાં રસ્તા પર ફટાકડા ફોડ્યા હતા. કેટલાક યુવાનોએ બાડીના બોનેટ પર અને કારની ઉપર ફટાકડા ફોડ્યા હતા. આ યુવાનોના કૃત્યોને લીધે રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકોના જીવ જોખમમાં મુકાયા હતા, જ્યારે શહેરની પોલીસ નિષ્ક્રિય જોવા મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોડ વચ્ચે ચાલુ ગાડીમાં ફટાકડા ફોડ્યા
અમદાવાદના સિંધુ ભવન રોડ પર હંમેશા લોકોની અવરજવર રહેતી હોય છે. અહીં અનેક લોકો પસાર થતા હોય છે. પરંતુ દિવાળીની રાત્રે બેફામ બનેલા યુવાનોએ કાયદો હાથમાં લીધો અને કારની ઉપર ચઢીને ફટાકડા ફોડ્યા હતા. ચાલુકામાંથી બારીની બહાર આવીને ફટાકડા ફોડતા યુવકોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ યુવકોને કાયદાનો ડર નથી, જ્યારે પોલીસ પણ ઉંઘી રહી હતી. 


લોકોના જીવ જોખમમાં મૂક્યા
સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાના ચક્કરમાં જાહેરમાં ફટાકડા ફોડી ઘણા બેફામ બનેલા યુવકોએ રસ્તા પરથી પસાર થતાં લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા છે. કારની ઉપર ફટાકડા ફોડીને તેની રીલ્સ બનાવવામાં આવી છે. ભારે ટ્રાફિક બચ્ચે બેફામ બનેલા યુવકોએ કાયદાના લીરેલીરા ઉડાવી દીધા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube