ઉદય રંજન, અમદાવાદ: લગ્ન બાદ વેવાઈના ઘરે જમીને વહુને તેડીને પરત ફરનારા જાનૈયાઓએ હોર્ન વગાડી ચિચિયારીઓ પાડતા પાડતા નીકળવું જાનૈયાઓને ભારે પડ્યું હતું. કરફ્યુને લઈને પોલીસે આ લોકોને પૂછપરછ કરતા 11 જેટલા લોકોએ પોલીસ સાથે કરી ઝપાઝપી કરી હતી. ઘટનાનો વિડીયો વાયરલ થતા પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાત્રી કરફ્યુમાં નીકળેલા પરિવારને પોલીસે હોર્ન અને ચિચિયારી બોલાવાની ના પાડી તો પોલીસ સાથે મારામારી કરી હતી. આ વીડિયો કોઈ વ્યક્તિએ મોબાઈલમાં લઈને વાયરલ કર્યો છે. તો બીજી તરફ 11 લોકો સામે ગુનો નોંધી ચાર લોકોની ધરપકડ કરાઈ છે. જે લોકોની પૂછપરછમાં સામે આવ્યું કે તેઓ લગ્ન બાદ સાંજે તેમના વેવાઈના ત્યાં જમીને વહુને તેડીને આવતા હતા અને તેની ખુશીમાં ને ખુશીમાં આ રીતે નિકળ્યા. જોકે પોલીસે હવે કડક હાથે કાર્યવાહી કરતા આ તમામની મજા સજા બની ગઈ છે.


અમદાવાદના વેજલપુર વિસ્તારના સોનલ સિનેમા રોડ પર કરફ્યુ બાદ પોલીસની આ કાર્યવાહી અને કેટલાક લોકો વચ્ચે મારામારીની ઘટના ચર્ચાનો વિષય બન્યો છે. સરકારીની ગાઈડ લાઈન મુજબ રાજ્યના ચાર મહાનગરમાં 9 વાગ્યા બાદ કર્ફ્યુ છે, ત્યારે આ કોવીડ 19 ગાઈડ લાઈન મુજબ વેજલપુર પોલીસ શનિવારની રાત્રે અમલવારી કરાવી રહી હતી. ત્યારે જ સોનલ સિનેમા રોડ પર બે એક્ટિવા ચાલક અને બે રિક્ષામાં લોકો સવાર જોર જોર થી હોર્ન અને ચિચિયારી બોલાવી રહયા હતા. જાહેર રોડ પર જે જોઈ વેજલપુર પોલીસ દ્વારા આ તમામને રોકવામાં આવ્યા હતા. તે લોકોની પોલીસ પૂછપરછ કરી હતી કે ક્યાંથી આવી રહ્યા છે ત્યારે આ તમામ લોકોએ લગ્નમાંથી આવી રહયા હોવાનું પોલીસને જણાવ્યું હતું અને જોત જોત આ તમામ લોકો ઉશ્કેરાય જઈ ને પોલીસ સાથે ઘર્ષણ શરુ કર્યું હતું.


હાલ કોરોનાને લઈને કામગીરી દરમિયાન પોલીસને આવા કડવા અનુભવ થવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. શાહપુરમાં પણ લોકોને ઘરે ભગાડવા ગયેલી પોલીસને જોઈને લોકોએ ચિચિયારીઓ પાડી તાળીઓ પાડી ભાગી જતા પોલીસ પણ ભાગી ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube