અર્પણ કાયદાવાલા/અમદાવાદ: ધૂળિયા શહેર તરીકે જાણીતા અમદાવાદને સ્માર્ટ સીટી બનાવવા હેતુ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા હવે વિવિધ માર્ગોને ડામરના બદલે આરસીસી રોડમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે Amc દ્વારા ચાલી રહેલા રોડના કામની ગુણવત્તા મામલે ફરી એકવાર સવાલ ઉઠ્યા છે. અમદાવાદના વિરાટનગરમાં ખારીકટ કેનાલ પાસેના રોડનો એક વીડિયો સામે આવ્યો છે. જ્યં ડામરનું લેયર પાથર્યા બાદ ફિનિશીંગ વર્ક કરાયું નથી. રોડ બનાવવા માટે ડામર પાથરે 24 કલાક વીત્યા હોવા છતાં આગળની કામગીરી કરાઈ નથી. જેના કારણે રોડ પરનો ડામર ઉખડી જતા વાહનચાલકો પરેશાન થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે વિરાટ નગરમાં બની રહેલા રોડ પર ડામરનું લેયર કર્યા બાદ ફિનિશિંગ વર્ક કરાયું નથી. જેનો એક વીડિયો સામે આવ્યો છે. જેના કારણે AMC દ્વારા ચાલી રહેલા રોડના કામની ગુણવત્તા મામલે અનેક સવાલ ઉઠ્યા છે. ખુદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ગાડી ડામરમાં ફસાઈ ગઈ હતી. જેથી રોષે ભરાયેલા લોકોએ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો ઘેરાવ કર્યો. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટનો લોકોએ ઉધડો લીધો હતો. વિરાટનગરમાં ખારીકટ કેનાલ પાસેના એક વીડિયો સામે આવ્યો છે. રોડનો ડામર ઉખડી જતા સ્થાનિકો પરેશાન છે. અમદાવાદના લોકોના પરસેવાના પૈસે બનતા રસ્તાની છે આવી હાલત જોઈને જનતાનું લોહી ઉકળું ઉઠ્યું છે. રસ્તાની આ સ્થિતિથી તંત્ર પર અનેક સવાલ ઉઠી રહ્યા છે.


અગાઉ RCC રોડમાં સામે આવ્યો હતો ગફલો
શહેરમાં આરસીસી રોડ બનાવતાં પહેલા નીચે સિમેન્ટ અને રેતીનું થર કરવાનું હોય છે ત્યાર બાદ ચોક્કસ માપ ધરાવતા ગાળાનું સળિયા કામ પણ કરાવવાનું હોય છે અને ત્યારબાદ સીધું કંપનીમાંથી આવતા સિમેન્ટ અને રેતીના માલનો ઉપયોગ કર્યા પહેલા લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવાનો હોય છે. પરંતુ છેલ્લાં દસ દિવસથી બની રહેલ આરસીસી રોડ બનાવતાં પહેલા નિયમોની અવગણના કરવામાં આવી હોવાની ફરિયાદો સ્થાનિક લોકો દ્વારા તો કરવામાં આવી જ હતી પરંતુ હવે સ્થાનિક કોર્પોરેટરે પણ આરસીસી રોડની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા હોવાના અહેવાલ છે.સ્થાનિક કોર્પોરેટરે રોડની ગુણવત્તા અંગે સબંધિત અધિકારીઓ સમક્ષ સવાલો ઉઠાવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube