સુરતઃ શહેરમાં ફરી એકવાર બેખૌફ લેડી ડોનના આતંકના દ્રશ્યો સામે આવ્યા છે. સુરતમાં લેડી ડોન ભૂરીનો ફરી એકવાર વીડિયો વાઈરલ થયો છે. જેમાં તે જાહેર રસ્તા પર આતંક મચાવી રહી છે. વરાછા વિસ્તારમાં ભૂરી હાથમાં હથિયાર લઈને પાનના દુકાનદારને ધમકાવી રહી છે. વીડિયોમાં ભૂરી સાથે અન્ય એક યુવક પણ દેખાઈ રહ્યો છે. જે દાદાગીરી કરે છે. આ બંનેએ હથિયારના દમ પર પાનની દુકાન બંધ કરાવી હતી. આ વીડિયો 21 મેનો હોવાનું સામે આવ્યું છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતની લેડી ડોન 'ભૂરી' અને તેના સાગરિતોએ મચાવ્યો હતો આતંક, આખરે થઇ ધરપકડ