સપના શર્મા/અમદાવાદ: શહેરમાં ફરી એકવાર મનપા સોલિડ વેસ્ટ ખુલ્લી આંખોએ ઉંઘતું ઝડપાયું છે. અમદાવાદમાં પાલિકાની ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની ગાડી ચલાવતા કિશોરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જી હા...જુહાપુરા વિસ્તારમાં કિશોર કચરો ભેગો કરતો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. આ ઘટના બાદ એક સ્થાનિકે વીડિયો બનાવી કાર્યવાહીની માંગ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે,  જુહાપુરા વિસ્તારમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની ગાડી ચલાવતા કિશોરનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જુહાપુરા વિસ્તારનો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. અગાઉ પણ નાની વયના બાળકોના અનેક વીડિયો વાયરલ થયા છે. તેમ છતાં તંત્ર સુધારવાનું નામ લેતું નથી. આ વીડિયો વાયરલ થયા બાદ હવે સવાલ એ ઉભો થાય છે કે સોલિડ વેસ્ટ વિભાગમાં નાના બાળકો પાસે કામ કરાવવું કેટલું યોગ્ય છે? મોટર વ્હીકલ એક્ટના ધજાગરા ઉડાડતું મનપા કાર્યવાહી કરશે?


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube