છોટાઉદેપુર: નસવાડી તાલુકાના વાઘીયા મોહુડી ગામે વિજ્ઞાન જાથા સંસ્થા દ્વારા ઢોંગી ધતિંગ કરતા ઢોંધી ભુવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. હાલ તો નસવાડી પોલીસે અટકાયતી પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ધટનાની મળતી માહિતી અનુસાર, નસવાડી તાલુકો એ આદિવાસી પટ્ટો છે અને અહીંના લોકો અંધશ્રદ્ધામાં વધુ માનતા હોવાથી જેને લઈને રાજકોટની ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા નસવાડી તાલુકાના વઘીયા મહુડી ગામે ઢોંગી ભુવો જયેશભાઈ નર્સિંગભાઈ ભીલ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી મહિલાનો વેશ ધારણ કરીને ફરે છે. 



એટલું જ નહીં, તે પોતે માતાજી હોય તેવો ઢોંગ કરી લોકોના દુઃખ, દર્દ, રોગ, બાધા, જુવાર, નિ:સંતાન પ્રાપ્તિ, પતિ પત્નીના ઝઘડા પીડિત લોકોની હકીકત જાણી દુઃખ દર્દ મટાડવાનું કામ કરી જુવારી વાળાના નામે 3 હજાર થી 15 હજારની ફી વસુલે છે. ઢોંગ કરતા આ બાવાને ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા નસવાડી પોલીસને સાથે રાખી ઢોંગી ભુવાનો પર્દાફાશ કર્યો હતો.


ઢોંગી ભવો ઉર્ફે જયું માતાજી દ્વારા મહિલાઓ સાથે બિભસ્ત વર્તન કરતો હતો અને શારીરિક અડપલા પણ કરતો હોવાથી જેને લઈને ભારત જન વિજ્ઞાન જાથાને જાણ કરતા ઢોંગી ભુવાનો પર્દાફાશ કરવા માટે એક મહિનાથી ભુવાની સામે વોચ ગોઠવી હતી. તમામ હકીકતો જાણી ભુવા દ્વારા ઢોંગ કરતો હોવાની જાણ થતાં ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા ભવો ઉર્ફે જયું માતાજીનો પર્દાફાશ કર્યો હતો.


હાલ તો આ વઘીયા મહુડીયાના ભુવા દ્વારા ઢોંગ કરતો હોય તેવું કબુલ કરવામાં આવ્યું છે અને નસવાડી પોલીસ દ્વારા જયેશભાઇ ઉર્ફે જયું ભીલ સામે અટકાયતી પગલાં લઇ કાયદેસરની કાર્યવાહી કરી છે.