આવતીકાલ સવાર 6 વાગ્યાથી તમામ વ્યક્તિઓ માટે જાહેર જગ્યા પર માસ્ક ફરજિયાત, નહીંતર 5000 રૂપિયા દંડ
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કોરોનાને કડક હાથે ડામવા માટે મહત્વનો નિયમ જાહેર કર્યો છે
ઉદય રંજન, અમદાવાદ : કોરોના વાયરસ (Coronavirus) સામે લડવા માટે તમામ જરૂરી કડક પગલાં લેનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આજે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જાહેરાત કરી છે કે આવતીકાલ સવાર 6 વાગ્યાથી તમામ વ્યક્તિઓ માટે જાહેર જગ્યા પર માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. જો વ્યક્તિ માસ્ક નહીં પહેરે તો તેને 5000 રૂપિયા દંડ થઈ શકે છે અને દંડ ન ભરવાની સ્થિતિમાં ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે.
ગુજરાતમાં કોરોના વાયરસનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં આજે નવા 25 કેસ સામે આવ્યા છે. જેમાંથી 23 કેસ તો માત્ર અમદાવાદમાં નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા ગુજરાતમાં 493 પર પહોંચી ગઈ છે. વધુ એક વ્યક્તિનું મોત પણ થયું છે. તો અમદાવાદમાં કોરોના વાયરસના પીડિતોની સંખ્યા 266 પર પહોંચી ગઈ છે.
છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થયો છે. અમદાવાદમાં અત્યાર સુધી 266 કેસો નોંધાઈ ચુક્યા છે. જ્યારે બીજા સ્થાને વડોદરા છે. તો રાજ્યભરમાં કુલ કેસોનો આંકડો 493 પર પહોંચી ગયો છે. આ સાથે અત્યાર સુધી કોરોના વાયરસથી કુલ 23 લોકોના મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube