અમદાવાદ: વિજય પટેલ નામના યુવકે સોશિયલ મીડિયામાં કર્યા આતંકીઓના વખાણ
દેશમાં આતંકી હુમલાને લઈને થયેલા શહીદો માટે લોકો શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. દેશમાં આતંકીઓ અને તેના કૃત્યને લઈને દેશવાસીઓમાં સખત રોષમાં છે. આવા સમયે દેશમાં કે રાજ્યમાં વધુ અશાંતિ ફેલાય તે માટે સુરક્ષા એજન્સીઓ સતર્ક છે.
જાવેદ સૈયદ/અમદાવાદ: દેશમાં આતંકી હુમલાને લઈને થયેલા શહીદો માટે લોકો શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. દેશમાં આતંકીઓ અને તેના કૃત્યને લઈને દેશવાસીઓમાં સખત રોષમાં છે. આવા સમયે દેશમાં કે રાજ્યમાં વધુ અશાંતિ ફેલાય તે માટે સુરક્ષા એજન્સીઓ સતર્ક છે.
સોશિયલ મીડિયા પર સાયબર ક્રાઇમ સતત નજર રાખી રહ્યું છે. આવા સમયે અમદાવાદના વિજય લેઉવા નામના ફેસબુક પર એક વાંધાજનક પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટ આર્મીના જવાનો પર હુમલો કરનાર આતંકીઓના વખાણ હતા. આ પોસ્ટમાં વાંધાજનક લખાણ કરનારના લીધે વધુ અરાજકતા ફેલાઈ શકે તેવી ભીતિ સાયબર ક્રાઇમને લાગી હતી.
આરોપીની કબૂલાત: 30 લાખ રૂપિયામાં છબીલ પટેલએ આપી હતી હત્યાની સોપારી
સાયબર ક્રાઇમે આ પોસ્ટ કરનાર વિજય લેઉઆને ચાંદખેડા તેના ઘરેથી ધરપકડ કરી હતી. વિજય પટેલ નામનો શખ્શ અમદાવાદમાં એક મેડિકલ સ્ટોરમાં ફાર્માસીસ્ટ તરીકે નોકરી કરે છે. સાયબર ક્રાઇમ અધિકારી વી.બી બારડે આવા સમયે કોઈપણ પ્રકારના વાંધાજનક પોસ્ટ ન કરવાની સલાહ આપી હતી.