ગાંધીનગર: રાજ્ય (Gujarat) માં વેપારી એકમો, વાણિજ્યિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ જેના કર્મચારીઓ માટે કોરોના વેક્શીનેશન (Vaccination) ફરજિયાત બનાવવામાં આવી છે. તેની સમય મર્યાદા હવે 10 જુલાઈ 2021 સુધી લંબાવવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ કોર કમિટીની મિટીંગ બાદ મુખ્યમંત્રી (CM) એ જાહેરાત કરી હતી કે રાજ્યમાં કોરોનાના કેસમાં ભારે ઘટાડો થતાં સરકારે અનલોક-ગુજરાત (Gujarat) ને આગળ વધારતા અનેક છૂટછાટો અંગે જાહેરાત કરી હતી. 


જો કે સરકારે છૂટછાટો આપવા સાથે વ્યવસાયિક પ્રવૃતિ કરતા સંચાલકો-સ્ટાફ માટે તબક્કાવાર કોરોના વેક્સિનેશન (Vaccination) ફરજિયાત કરવાનો મહત્વનો નિર્ણય જાહેર કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube