નરેન્દ્ર મોદીનું 1 લાખ એકલ વિદ્યાલય બનાવવાનું સપનુ ગુજરાતમાં પૂરુ થયું
તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષયતામાં એકલ વિદ્યાલય (ekal vidyalaya) નું ઉદઘાટન કરાયું હતું. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) એ વીડિયો કોન્ફરન્સ દ્વારા લોકોને સંબોધન કર્યું હતું. આ સાથે જ તાપીમાં 1 લાખમી એકલ વિદ્યાલયનું ઉદઘાટન થયું છે. જેમાં દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાંથી પણ એકલ વિદ્યાલયના ટ્રસ્ટીઓ સહિત આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.
ચેતન પટેલ/સુરત :તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષયતામાં એકલ વિદ્યાલય (ekal vidyalaya) નું ઉદઘાટન કરાયું હતું. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) એ વીડિયો કોન્ફરન્સ દ્વારા લોકોને સંબોધન કર્યું હતું. આ સાથે જ તાપીમાં 1 લાખમી એકલ વિદ્યાલયનું ઉદઘાટન થયું છે. જેમાં દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાંથી પણ એકલ વિદ્યાલયના ટ્રસ્ટીઓ સહિત આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.
ગલગલિયા કરાવશે આ ત્રણ હોટ યુવતીનો ધમાકેદાર Dance Video
વડાપ્રધાન મોદીએ પ્રશંસા પત્ર લખી એકલ અભિયાન ટ્રસ્ટ (Ekal Abhiyan Trust) ની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022 સુધી 1 લાખ એકલ વિદ્યાલય ખોલવાનું લક્ષ્ય આપ્યું હતું. પરંતુ બે વર્ષ પહેલા જ આ ટ્રસ્ટ દ્વારા દેશભરમાં એક લાખથી વધુ એકલ વિદ્યાલય ખોલી દેવામાં આવી છે. આ સંસ્થા આદિવાસી વિસ્તારોમાં એકલ વિદ્યાલય ખોલી તેમના વિકાસ અને શિક્ષા માટે કાર્ય કરે છે. વન બંધુ પરિષદના એકલ અભિયાન ટ્રસ્ટની પ્રશંસા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટ્રસ્ટને વર્ષ 2022 સુધી દેશના તમામ આદિવાસી ક્ષેત્રોમાં એકલ વિદ્યાલય ખોલી આદિવાસી બાળકોના શિક્ષણ માટે કામ કરવાનુ લક્ષ્ય આપ્યું હતું. આ સંસ્થાએ માત્ર બે વર્ષ પહેલા પીએમ મોદી દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટને પૂર્ણ કરી દીધુ છે. એકલ ટ્રસ્ટે એક લાખથી વધુ એકલ વિદ્યાલય આદિવાસી વિસ્તારોમાં ખોલી દીધી છે. તેમની આ ઉપલબ્ધિના કારણે પીએમ મોદીએ તેમને પ્રશંસા પત્ર લખીને સંસ્થાને અભિનંદન આપ્યા છે.
MLA હર્ષદ રીબડીયાની ચીમકી, ‘વિનવિભાગ દીપડા નહિ પકડે, તો હું ભડાકે દઈશ, કોઈ આડું આવ્યું તો...’
સોનગઢ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 1 લાખમી વિદ્યાલયનુ ઉદઘાટન કર્યુ. આ સંસ્થા સરકારી લાભ લીધા વગર તમામ શાળાઓ ચલાવી રહ્યા છે. જેનો અંદાજે ખર્ચ વર્ષે 220 કરોડ હોય છે. ગુજરાતની વાત કરવામાં આવે તો એકલ વિદ્યાલયની કુલ સંખ્યા 30મી નવેમ્બર 2019 સુધી 2,790 છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ મોટી સંખ્યામાં એકલ વિદ્યાલય ખોલવામાં આવી છે. જ્યારે જમ્મુ કાશ્મીરની વાત કરવામાં આવે તો ત્યાં ગુજરાત કરતાં પણ વધુ એકલ વિદ્યાલય છે, જેનો આંકડો 6029 છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube