વિજય રૂપાણી પાકિસ્તાનના નામે ગુજરાતની પ્રજાને ઉશ્કેરી રહ્યા છે: અમિત ચાવડા
વિજય રૂપાણીના નિવેદન પર કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ભાજપ સરકાર પ્રજા પાસે જઈ નથી શકતી અને તમામ રીતે નિષ્ફળ નીવડેલી છે. તો એમ પણ કહ્યું કે. વિજય રૂપાણી પાકિસ્તાનના બદલે ગુજરાતમાં ભ્રષ્ટાચાર કેમ થાય છે તેનો જવાબ આપે? કેમ કે, ગુજરાતમાં સંપુર્ણ નિષ્ફળ નિવડેલી સરકાર પાસે કોઈ જવાબ નથી માટે ક્યાંકને કયાંક પાકિસ્તાનના નામે લોકોને ઉશ્કેરી રહી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.
મૌલિક ધામેચા/અમદાવાદ: વિજય રૂપાણીના નિવેદન પર કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ભાજપ સરકાર પ્રજા પાસે જઈ નથી શકતી અને તમામ રીતે નિષ્ફળ નીવડેલી છે. તો એમ પણ કહ્યું કે. વિજય રૂપાણી પાકિસ્તાનના બદલે ગુજરાતમાં ભ્રષ્ટાચાર કેમ થાય છે તેનો જવાબ આપે? કેમ કે, ગુજરાતમાં સંપુર્ણ નિષ્ફળ નિવડેલી સરકાર પાસે કોઈ જવાબ નથી માટે ક્યાંકને કયાંક પાકિસ્તાનના નામે લોકોને ઉશ્કેરી રહી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.
પ્રધાનમંત્રી પર નિશાન તાકતા અમિત ચાવડાએ કહ્યું કે, નરેન્દ્ર મોદી પહેલા જે બોલતા હતા તે કરીને બતાવે એમને વડાપ્રધાન મનમોહનસિંહને લવ લેટર લખવાની વાત કરી હતી. પણ હવે ખુદ વડાપ્રધાન લવ લેટર લખે છે. તો રામ મંદિરને લઈ પણ સત્તા પર બેઠા પછી ભાજપને રામ મંદિર યાદ નથી આવતું અને મત પુરતાજ વાયદા કરે છે.
જે ભાષા પાકિસ્તાન બોલે છે તેવી જ ભાષા કોંગ્રેસીઓ બોલી રહ્યા છે: CM રૂપાણી
મહત્વનું છે, કે લોકસભા ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજકારણ ચરમસીમાએ છે. ત્યારે ભાજપ દ્વારા ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર વિજય સંકલ્પ સંમેલન યોજવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. લોકસભા ચૂંટણીને લઇને આજેથી ભાજપ દ્વાર ચાર દિવસ ગુજરાતના તમામ 26 બેઠકો પર વિજય સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, આજથી સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દેશ ભરમાં શંખનાદ ફૂંકીને આજથી ચૂંટણી પ્રચાર સારું કર્યો છે. મહેસાણા સીટનો ઉમેદવાર જાહેર ન થયા તેમ છતાં આજે કાર્યકરો વિજય માટે મથી રહ્યા છે. કોંગ્રેસ માત્ર પરિવારની પાર્ટી બનીને રહી ગઈ છે.
વધુમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, અમદાવાદ સહિત અનેક સ્થળોએ બૉમ્બ બ્લાસ્ટ યુપીએ સરકાર સમયે થયા હતા. પણ ક્યારેય કોઈ પગલાં ભર્યા નહોતા. વોટ બેન્કની રાજનીતિ, મુસ્લિમ મતો માટે કોંગ્રેસે કોઈ કાર્યવાહી નોહતી કરી. કંદહારની વાત કરે છે પણ મુફ્તી મોહમ્મદ સૈયદ અને ગુલામનબી આઝાદના પરિવાર માટે કોંગ્રેસે કોને છોડેલાએ દેશ જાણે છે. 2 દિવસ પહેલા સામ પિત્રોડાએ બફાટ કર્યો છે. આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાન આતંકવાદ માટે જવાબદાર છે. તેમ છતાં કોંગ્રેસના નેતાઓ પાકિસ્તાનની ભાષા બોલે છે.