ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના રાજકારણમાં એક એવી સ્ટ્રેટેજી જોવા મળી છે જ્યારે પણ ગુજરાતમાં મુખ્યમંત્રી (gujarat cm) બદલવાની વાત હોય ત્યારે તે હરહંમેશામાં કોઈ નેતા બે કે ત્રણ દિવસ અગાઉ અંબાજી (Ambaji) દર્શને આવ્યા હોય છે અને બાદમાં તેઓ સીએમ તરીકે જાહેર થયેલાના કિસ્સા ભૂતકાળમાં જોવા મળ્યાં છે. તો આખરે આ વચ્ચે એવી માહિતી સામે આવી છે કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે (CR Patil) ચાર દિવસ પહેલા જ મા અંબાના દર્શન કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : રાજીનામાના બીજા જ દિવસે જાહેરજીવનમાં દેખાયા વિજય રૂપાણી, પત્ની સાથે બહેનના ઘરે ગયા


ગુજરાતના મુખ્યમંત્રી (Vijay Rupani) અંગેની અત્યાર સુધીની સૌથી મોટી ખબર એ છે કે, મા અંબાના આશીર્વાદ બાદ CMના નામ પર મહોર લાગતી હોય છે તેવુ કહેવાય છે. પૂર્વ CM નરેન્દ્ર મોદીએ મા અંબાના દર્શન બાદ શપથ લીધા હતા. તો પૂર્વ CM આનંદીબેન (Anandiben Patel) પણ અંબાજીના દર્શન બાદ CM બન્યા હતા. કાર્યકારી CM વિજય રૂપાણીનું પણ અંબાજી દર્શન બાદ નામ જાહેર થયું હતું. ત્યારે સીઆર પાટીલે પણ 4 દિવસ પહેલાં જ મા અંબાના દર્શન કર્યા હતા. ત્યારે મા અંબાના દર્શન બાદ સીઆર પાટીલીના સીએમ પદના તર્ક-વિતર્ક તેજ બન્યા છે. 


આ પણ વાંચો : ગુજરાત CM ની રેસ વચ્ચે નીતિન પટેલનુ મોટું નિવેદન, ચહેરો એવો જોઈએ જેને જનતા ઓળખતી હોય 


પ્રાપ્ત માહિતી અનુસાર, વિજય રૂપાણીના આ રાજીનામા (vijay rupani resigns) ના ઘટનાક્રમના બે દિવસ પૂર્વે જ ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ પોતાની ધર્મપત્ની સાથે અંબાજી દર્શને પહોંચી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. તેમનું પહેલાનું એક વાક્ય નોંધી શકાય તેવું હતું કે, ઉત્તર ગુજરાતની યાત્રા અંબાજીથી શરૂ કરી હતી અને સ્થાનિક સ્વરાજ્યમાં ભારે સફળતા મળી હતી. આ વાક્ય એ બાબતને સમર્થન આપે છે કે, કદાચ તેઓ પોતે પણ cm ની રેસમાં હોય અને કદાચ માતાજી પાસે cm બનવાના આશીર્વાદ મેળવ્યા હોઈ શકે તેવી શક્યતા બંધાઈ છે.