ચેતન પટેલ, સુરત: સુરત વેસુ આગ દુર્ઘટના બાદ ફાયરની ટીમ હરકતમાં આવી ગઇ હોય તેવું લાગી રહ્યું છે. ફાયર સેફ્ટીના સાધનો અંગે નોટી આપવા છતાં પાલન નહીં કરનાર વિજય સેલ્સના શો રૂમને આજે વહેલી સવારે સીલ મારી દેવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: રાજ્યમાં સૌથી વધુ ઠંડી આ શહેરમાં, હવામાન વિભાગે આપી કોલ્ડવેવની આગાહી


સુરત વેસુમાં સર્જાયેલી આગ દુર્ઘટના બાદ ફાયર વિભાગની ટીમ હરકતમાં આવી છે. ફાયર વિભાગ દ્વારા વિવિધ ટ્યૂશન ક્લાસીસ, શો-રૂમ, મોલ અને કોમર્શિયલ બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીના સાધનો અંગે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કેટલાક સ્થળે ફાયરના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. જેથી ફાયર વિભાગ દ્વારા તેઓને નોટિસ ફટકારવામાં આવી હતી.


વધુમાં વાંચો: મિશન 2019: ગુજરાતના કોળી સમાજનું સંમેલન, CM રૂપાણી આપશે હાજરી


નોટિસ ફટકારવા છતાં ફાયરના સાધનો નહીં લગાડનારઓ સામે ફાયર વિભાગે લાલ આંખ કરી હતી. આજે વહેલી સવારે પીપલોદ સ્થિત વિજય સેલ્સ શો રૂમને સીલ મારી નોટિસ ફટકારવામાં આવી હતી. શો રૂમ સીલ કરતાની સાથે જ માલિક પણ દોડતો થયો હતો. ઉલ્લેખનીય છે કે આગામી 5 દિવસમાં ફાયર વિભાગ દ્વારા 15થી વધૂ ટ્યૂશન ક્લાસિસો સીલ મારવામાં આવ્યા, હતા.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...