સાળંગપુર ભીતચિત્રોને કાળો કલર કરી નુકસાન પહોંચાડનારના સમર્થનમાં આવ્યું હિન્દુ સંગઠન, જાણો શું આપી પ્રતિક્રિયા?
સાળંગપુર ભીતચિત્રોને કાળો કલર કરી નુકસાન પહોંચાડનાર હર્ષદ ગઢવીને ચારણકી ગામના સરપંચ સહિત ગામલોકોએ સમર્થન આપ્યું છે. સમર્થનમાં સરપંચ સહિત ગામલોકોએ પ્રતિક્રિયા આપી છે.
ઝી બ્યુરો/બોટાદ: જિલ્લામાં પ્રખ્યાત સાળંગપુર ખાતેના કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આવેલી 54 ફૂટ ઊંચી 'કિંગ ઓફ સાળંગપુર' પ્રતિમા નીચે કંડારવામાં આવેલા ભીતચિંત્રો મામલે વિવાદ સતત વધતો જોવા મળી રહ્યો છે. આ વિવાદિત ભીત ચિત્રો સહિતના ચિત્રો પર કોઈ અજાણી વ્યક્તિ દ્વારા કાળો કલર ચોપડવામાં આવ્યો હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે. હાલ આ કાળો કલર મારનારી વ્યક્તિની અટકાયત પણ થઈ છે. સાળંગપુર ખાતે ભીત ચિત્રો પર શાહી ફેંકનાર હર્ષદ ગઢવીના સમર્થનમાં લોકો આવી રહ્યા છે.
પિક્ચર અભી બાકી હૈ...100 વર્ષના ઈતિહાસમાં ભલે ઓગસ્ટ સૂકો પણ સપ્ટે.માં મેઘો બોલાવશે.
સાળંગપુર ભીતચિત્રોને કાળો કલર કરી નુકસાન પહોંચાડનાર હર્ષદ ગઢવીને ચારણકી ગામના સરપંચ સહિત ગામલોકોએ સમર્થન આપ્યું છે. સમર્થનમાં સરપંચ સહિત ગામલોકોએ પ્રતિક્રિયા આપી છે. હર્ષદ ગઢવીએ કરેલ કૃત્યને લોકોએ યોગ્ય ગણાવી સમર્થન આપતા સાથે હોવાનું જણાવ્યું છે. હર્ષદ ગઢવી ધાર્મિક માણસ છે એટલે લાગણી દુભાય એ સ્વાભાવિક છે. હર્ષદ ગઢવીએ પોતાની વાડીમાં ગજાનંદ આશ્રમ બનાવ્યો છે સાથે જ સાળંગપુર જતા પદયાત્રીઓ માટે આશ્રમમાં સુંદર વ્યવસ્થા પણ કરેલ છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાણકી ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સ્મશાન અને મુતરડી માણસ માટે ખૂબ જરૂરી, આ જ્ઞાન અને સંસ્કાર મને ભાજપમાંથી મળ્યા છે
બીજી બાજુ હર્ષદ ગઢવીના સમર્થનમાં બરવાળા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે. બરવાળા પોલીસ મથક ખાતે બરવાળા તાલુકા હિન્દુ યુવા સંગઠન અને સાધુ સંતો અરજી દેવા પહોંચ્યા છે. બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્વર જગદેવદાસ બાપુએ અરજી આપી છે. હર્ષદ ગઢવી દ્વારા કરાયેલ કૃત્યને સમર્થન આપવામા આવ્યું છે.
સાળંગપુર વિવાદ: વિવાદિત ભીંતચિત્રોની કોણે કરી તોડફોડ? જુઓ આ હચમચાવી નાખતો Video
તેમણે કહ્યું કે, હર્ષદ ગઢવી સજ્જન વ્યક્તિ છે. મંદિરે રજૂઆત કરવા ગયેલ ત્યારે યોગ્ય જવાબ નહીં મળતા ધાર્મિક લાગણી દુભાતા ભીત ચિત્રોને નુકસાન કર્યું. જ્યાં કિંગ ઓફ સાળંગપુર મૂર્તિ વિશાળ બનાવાઈ ત્યારે એની નીચે હનુમાનજીને સામાન્ય વ્યક્તિ ઘણી ઝુકાવવાનું કામ કર્યું તે દુખદ છે. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે બેધારી નીતિના વિરોધમાં અરજી આપવામાં આવી છે.
આટલુ કરવાથી સૂતેલુ નસીબ જાગશે અને લાઈફમાં ચમત્કાર થશે, નીમ કરોલી બાબાના આ છે સિક્રેટ