ગુજરાતમાં જમજીર ધોધ કેમ કહેવાય છે `મોતનો ધોધ`, જિલ્લા કલેકટરનો મહત્વનો નિર્દેશ
જામવાળા ગીર નજીક આવેલો સુપ્રસિદ્ધ જમજીરનો ધોધ ખાસ કરીને ચોમાસા દરમિયાન પ્રવાસીઓમાં ભારે આકર્ષણ અને પર્યટનનું કેન્દ્ર બનતો હોય છે ત્યારે પ્રવાસીઓ ની સેલ્ફી લેવાના ચક્કર માં અકસ્માતે ધોધ માં પડી જવાની અનેક ઘટના પણ ભૂતકાળમાં ઘટી ચૂકી છે.
ઝી બ્યુરો/જૂનાગઢ: સૌરાષ્ટ્રની શાન ગણાતો ગીર સોમનાથનો સુપ્રસિદ્ધ જમજીર ધોધ પર છાશવારે બનતા અકસ્માતોને નિવારવા જિલ્લા કલેકટર જાડેજા એ નિરીક્ષણ કરી ચોમાસાના સમય દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓની હાજરીને કારણે અહીં સુરક્ષાની દ્રષ્ટિએ પ્રવાસીઓ માટે અલગ વ્યવસ્થા ઉભી કરવાનું નિર્દેશ જિલ્લા કલેકટરે આપ્યો છે.
આઘા રહેજો! ચોમાસું હવે ગુજરાતથી ફક્ત 250 કિ.મી દૂર, આ ભાગોમાં થશે મોટા નવાજૂની!
જામવાળા ગીર નજીક આવેલો સુપ્રસિદ્ધ જમજીરનો ધોધ ખાસ કરીને ચોમાસા દરમિયાન પ્રવાસીઓમાં ભારે આકર્ષણ અને પર્યટનનું કેન્દ્ર બનતો હોય છે ત્યારે પ્રવાસીઓ ની સેલ્ફી લેવાના ચક્કર માં અકસ્માતે ધોધ માં પડી જવાની અનેક ઘટના પણ ભૂતકાળમાં ઘટી ચૂકી છે. ત્યારે 2 દિવસ પૂર્વ જામનગરના ધ્રોલ ગામનો યુવાન ધોધમાર પડવાથી મૃત્યુને ભેટીયા બાદ જેને ધ્યાને રાખીને આજે સોમનાથ જિલ્લા કલેકટર દ્વારા પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે જમજીર ધોધ ની મુલાકાત કરી હતી.
આગામી પાંચ દિવસ આ રાજ્યોમાં પડશે વરસાદ, ચોમાસા પર આવી ગયા ખુશીના સમાચાર
આ દરમિયાન તેમણે પ્રવાસીઓની સંખ્યાને ચોમાસા દરમિયાન ધ્યાને રાખીને ધોધ આસપાસના વિસ્તારમાં બેરીકેટિંગ કરવાની સાથે સુરક્ષાના તમામ પાસાઓને તાકિદે અમલમાં મૂકી શકાય તે માટેના નિર્દેશો ઉપસ્થિત વહીવટી તંત્રના અધિકારીઓને આપ્યા હતા.
જમજીરનો ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે ત્યારે સંભવિત અકસ્માતો ને નિવારવા માટે જિલ્લા કલેકટર દ્વારા ખાસ સુરક્ષાના પગલાં નું નિર્દેશ કરીને અકસ્માત ઘટાડી શકાય તે માટે પર્યટકોની સુવિધામાં વધારો થાય તેવું આયોજન કરવા જિલ્લાના અધિકારીઓને સૂચનો આપ્યા છે. ગીર જંગલની નજીક ભગવાન પરશુરામજીના પિતા જમદગ્નિઋષિના આશ્રમની પાસે શિંગોડા નદી પર આવેલો છે. આ જગ્યા જમદગ્નિ ધોધ અને જંજીરના ધોધથી ઓળખાય છે. ગીર જંગલ પાસે આવેલો હોવાથી પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર કુદરતી રીતે ભેખડોની વચ્ચે આવેલો છે.
શનિવારે આ ઉપાય કરવાથી શનિની ઢૈયા અને સાડાસાતીના કારણે આવેલી સમસ્યાઓ થઈ શકે છે દુર
અહીંના કુદરતી સૌંદર્યને નિહાળવા રોજિંદા હજારો પર્યટકો પ્રવાસીઓ આવે છે ત્યારે આ ધોધમાં અનેક વખત અનેક લોકોની પડી જવાથી મૃત્યુના બનાવો બન્યા છે. જિલ્લા વહીવટી તંત્રએ સલામતી માટે સ્થળ ચકાસણી તો કરી પણ અહીં રોજિંદુ પોલીસ પેટ્રોલિંગ, અકસ્માતથી કેમ બચવું તેના સાઈન બોર્ડ, ધોધ સુધી જવાનો રસ્તો રિપેર અને ધોધની આસપાસ મજબૂત બેરીકેટ બનાવી જોઈએ તો જ અહીં લોકોની સલામતી જળવાઈ શકે અન્યથા અનેક લોકોના જીવ ફોટા પાડવામાં અને ધોધની ઓળંગવામાં ગયા છે અને જશે. તેવું અહીંના મહંત અને સ્થાનિકો જણાવી રહ્યા છે.