પાકિસ્તાની હિન્દુ દીકરીના નસીબ ચમક્યા, ગામ લોકોએ ઉપાડી લીધો લગ્નનો બધો ખર્ચ
પાકિસ્તાન કે પાકિસ્તાની જ્યારે પણ આ શબ્દ કોઈ ભારતીયના કાને અથડાઈ એટલે મોટાભાગના ભારતમાં વસ્તા લોકો રોષે ભરાઈ છે. પણ મહેસાણાના કુકસ ગામમાં એવા દ્રશ્યો સર્જાયા જે તમને ગર્વ કરાવશે. થોડા સમય પહેલાં પાકિસ્તાનથી આવેલી રામી ઠાકોરના રાધનપુરના યુવક સાથે લગ્ન નક્કી થયા હતા. ત્યારે, આજે પાકિસ્તાનથી આવેલી એક દીકરીના કુકસ ગામે લગ્ન થયા અને આ લગ્નની ચિંતા માત્ર દીકરીના પરિવારજનોએ નહીં પણ પુરા કુકસ ગામે કરી હતી. લગ્ન માટે ગામમાંથી કોઈ 5 હજાર રૂપિયા આપ્યા, તો કોઈએ જમણવારનો ખર્ચ ઉપાડ્યો. તો કોઈએ દીકરીના કરિયાવર માટે સામાન આપ્યો. તો 3 વર્ષ પહેલાં પાકિસ્તાનના ટંડોલીયા હૈદરાબાદથી 15 જેટલા હિન્દુ પરિવારો શરણાર્થી તરીકે મહેસાણાને અડીને આવેલા કુકસ ગામે આવ્યા હતા. ત્યારે, શરણે આવેલા આ પરિવારોને પુરા ગામે અપનાવ્યા. ન માત્ર અપનાવ્યા પણ આ પરિવારોને આર્થિક અને માનસિક તમામ પ્રકારની સહાય કરી.
તેજસ દવે/મહેસાણા :પાકિસ્તાન કે પાકિસ્તાની જ્યારે પણ આ શબ્દ કોઈ ભારતીયના કાને અથડાઈ એટલે મોટાભાગના ભારતમાં વસ્તા લોકો રોષે ભરાઈ છે. પણ મહેસાણાના કુકસ ગામમાં એવા દ્રશ્યો સર્જાયા જે તમને ગર્વ કરાવશે. થોડા સમય પહેલાં પાકિસ્તાનથી આવેલી રામી ઠાકોરના રાધનપુરના યુવક સાથે લગ્ન નક્કી થયા હતા. ત્યારે, આજે પાકિસ્તાનથી આવેલી એક દીકરીના કુકસ ગામે લગ્ન થયા અને આ લગ્નની ચિંતા માત્ર દીકરીના પરિવારજનોએ નહીં પણ પુરા કુકસ ગામે કરી હતી. લગ્ન માટે ગામમાંથી કોઈ 5 હજાર રૂપિયા આપ્યા, તો કોઈએ જમણવારનો ખર્ચ ઉપાડ્યો. તો કોઈએ દીકરીના કરિયાવર માટે સામાન આપ્યો. તો 3 વર્ષ પહેલાં પાકિસ્તાનના ટંડોલીયા હૈદરાબાદથી 15 જેટલા હિન્દુ પરિવારો શરણાર્થી તરીકે મહેસાણાને અડીને આવેલા કુકસ ગામે આવ્યા હતા. ત્યારે, શરણે આવેલા આ પરિવારોને પુરા ગામે અપનાવ્યા. ન માત્ર અપનાવ્યા પણ આ પરિવારોને આર્થિક અને માનસિક તમામ પ્રકારની સહાય કરી.
લગ્નની મોસમ જોશમાં જામી છે, તેવામાં દીકરીના લગ્ન હોય તો પિતા પર કાળજાના કટકાને વળાવવાની જવાબદારી હોય છે. લગ્નમાં કોઈ તકલીફ રહી ના જાય તે માટે પિતા ભારે ચિંતિત હોય છે. પરંતુ મહેસાણામા એક પિતા પોતાની દીકરીના લગ્ન હોવા છતાં ચિંતામુક્ત જોવા મળ્યા. કારણ કે, તમામ ચિંતા ગ્રામજનોએ મળીને ઉઠાવી લીધી હતી.
આ પણ વાંચો : સિંહોએ સામ્રાજ્ય વધાર્યું, જે વિસ્તારમાં વર્ષોથી નામોનિશાન ન હતું, ત્યા પગલા પાડ્યા
મહેસાણામાં પાકિસ્તાનથી આવીને વસેલા આ ગરીબ પરિવારમાં દીકરીના લગ્નની ખુશી જોવા મળી હતી. કેમ કે આ લગ્નનો સંપૂર્ણ ખર્ચ ગ્રામજનોએ ઉઠાવી લીધો હતો. કોઈએ 5 હજાર આપ્યા, તો કોઈએ જમણવારનો ખર્ચ કર્યો અને કોઈ માંડવો બાંધ્યો, તો કોઈએ ભેટ સાથે ચાંદીના કડલા અને ચાંદીની હેર સહિત સંપૂર્ણ કરિયાવાર આપ્યું. ગામલોકોએ મળીને હિન્દુ પાકિસ્તાની દીકરીના લગ્ન કરાવ્યા. જ્યારે લગ્ન ગીતો વચ્ચે પાકિસ્તાની રેફ્યુજી પરિવારમાં ખુશી જોવા મળી હતી.
મૂળ પાકિસ્તાનના ટંડોલીયા હૈદરાબાદના આ રહીશો મહેસાણાને અડીને આવેલા કુક્સ ગામમાં સ્થાયી થયા હતા. છુટક મજૂરી લારી ખેંચીને એક પિતા પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે 3 વર્ષ પહેલાં પાકિસ્તાનમાં મુશ્કેલીઓ અને પરેશાની વધતા 15 જેટલા પાકિસ્તાની હિન્દુ પરિવારોએ ભારત આવી ગુજરાતના મહેસાણા જિલ્લાના કુક્સ ગામમાં આશરો લીધો હતો. ત્યારબાદ ગ્રામજનો દીકરીના પિતા ચેતનભાઈ ઠાકોરના પરિવારોની વ્હારે આવ્યા હતા. તેમને રહેવા જગ્યા આપી કામ અપાવ્યું અને આજે આ પરિવારની એક દીકરી રામીબેન ઠાકોરના લગ્ન પાકિસ્તાનથી જ આવેલા રાધનપુર તાલુકાના યુવક સાથે કરાવ્યા હતા. જેથી આ પરિવારે ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
લગ્ન દીકરીના હોય અને લગ્નગીત ગવાય તેમ પિતાની ચિંતામાં વધારો થાય. પરંતુ આ પાકિસ્તાન નાગરિકોને મહેસાણામાં સલામતી મળતા આજે પરિવારમાં ખુશી સાથે ચિંતામુક્ત જીવન જીવવા મળી રહ્યુ છે. પરિવાર ક્યારે પણ પાકિસ્તાન જવા તૈયાર નથી.