મુશ્કેલીમાં મુકાયું મડદું, ન જળવાયો મોતનો મલાજો, ઢીચણસમા પાણીમાં નિકળી સ્મશાનયાત્રા
રાજ્યમાં ફરી ચૂંટણીનો સમય આવી ગયો છે. આગામી મહિનાઓમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. ચૂંટણી આવે ત્યારે નેતાઓ પોત પોતાના પક્ષના પ્રચાર માટે નિકળી પડે છે. ગામડે ગામડે પ્રચાર અભિયાન આદરવામાં આવે છે. પ્રજાને પોકળ વચનો આપી મતની પેટી ભરી લેતા હોય છે.
રવિ અગ્રવાલ, વડોદરા: રાજ્યમાં ફરી ચૂંટણીનો સમય આવી ગયો છે. આગામી મહિનાઓમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. ચૂંટણી આવે ત્યારે નેતાઓ પોત પોતાના પક્ષના પ્રચાર માટે નિકળી પડે છે. ગામડે ગામડે પ્રચાર અભિયાન આદરવામાં આવે છે. પ્રજાને પોકળ વચનો આપી મતની પેટી ભરી લેતા હોય છે. ચૂંટણી પુરી થઇ ગયા આ વચનો પુરા કરવામાં નેતાઓ નબળા પુરવાર થાય છે. એમાં પણ ખાસકરીને ગ્રામ્ય વિસ્તારોમાં પાયાનો જરૂરિયાત જેમ કે પાકા રોડ, પીવાના પાણીની વ્યવસ્થા જેવી જરૂરિયાતો પુરી થતી નથી. આવો જ કિસ્સો વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ગામમાં જોવા મળ્યો છે.
ડેસર તાલુકાના છેવાડાના સાપિયાના ભાડિયાપુરામાં લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ચોમાસાની સિઝનમાં પાણી ભરાઇ જાય છે. જેના લીધે ભારે મુશ્કેલી સર્જાય છે. તેનો તાજું ઉદાહરણ હમણાં જ સામે આવ્યું છે. જેમાં ગઇકાલે ભાડિયાપુરામાં એક વૃદ્ધનું મૃત્યું થયું તો ગ્રામજનોએ વરસતા વરસાદમાં ઢીચણ સમા પાણીમાં કોતરના માર્ગે અંતિમયાત્રા નીકાળી હતી. નનામી લઇને જઇ રહેલા ડાધુઓ વરસાદી પાણીમાં પલટી ગયા હતા. ઢીંચણસમા ભરાઇ ગયેલા પાણીમાં ચાલીને ગ્રામજનો સ્મશાને પહોંચ્યા હતા.
ગ્રામજનો દ્રારા વર્ષોથી પાકો રસ્તો બનાવવાની માંગ કરી રહ્યા છે. પરંતુય બહેરું તંત્ર ગ્રામજનોની વાત સાંભળતું જ નથી. ભાડિયાપુરા ગામમાં વર્ષોથી સ્મશાનનો માર્ગ જ બન્યો નથી. ગ્રામજનોએ કહ્યું હતું કે સ્મશાન યાત્રાનો રસ્તો કાચો છે, જેથી ખુબ મુશ્કેલી પડી રહી છે. જેથી આ રસ્તો બનાવી આપવાની અમારી માંગણી છે. ચોમાસા દરમિયાન ખૂબ જ હાલાકી ભોગવવાનો અમારે વારો આવે છે. કોતરમાંથી ઘૂંટણ સમા પાણીમાં ડાધુઓને નનામી લઈને સ્મશાને જવું પડે છે. ભાડિયાપુરાના ગ્રામજનોની આ મુશ્કેલી અંત ક્યારે આવશે એ તો ભગવાન જાણે?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube