ભરત ચુડાસમા/ભરૂચ: રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. બીજી બાજુ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સરદાર સરદાર ડેમ છલકાયો છે. જેના કારણે ભરૂચના કાંઠા વિસ્તારોના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે 22 ફૂટે વોર્નિંગ લેવલ છે, જ્યારે આજે 24 ફૂટે ભયજનક સપાટી વટાવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની 11 યુનિવર્સિટીઓનું સરકારીકરણ: સેનેટ અને સીન્ડિકેટનો ઘડો લાડવો, વિધેયક પાસ


ભરૂચ તેમજ અંકલેશ્વરના કાંઠા વિસ્તારના ગામો અને નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર પ્રક્રિયા સાંજે શરૂ કરાશે. બપોરે 3 કલાકે 23 દરવાજા 2.95 મીટર સુધી ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 5,45,000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પુરની વધારે અસર ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસ ચાલી રહ્યો છે.


આ વિસ્તારમાં 12 ઈંચથી વધુ વરસાદની આગાહી, આગામી 4 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ


નોંધનીય છે કે, સરદાર સરોવર નર્મદા ડેમની (16 સપ્ટેમ્બર) બપોરના 5 કલાકની સ્થિતિ પર નજર કરીએ તો સાંજે 5 કલાકે ડેમની સપાટી 137 મીટરને પાર થઈ ગઈ છે. 


ભારતનું મીની થાઈલેન્ડ! વિદેશમાં ફરતા હો એવો કરાવશે અનુભવ, કહેવાય છે ગુચ્ચુ પાની


પાણીની સપાટી - 137.10 મીટર
મહત્તમ સપાટી - 138.68 મીટર
પાણીની આવક - 11,68,000ક્યૂસેક


શોખિન ગુજરાતીઓના બધા શોખ આ એક જગ્યાએ થઈ જાય છે પૂરા! તમે જોઈ આવ્યા કે નહી


ઉલ્લેખનીય છે કે, હાલ 23 દરવાજા 4.20 મીટર સુધી ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 7,45,000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક સતત રહેવાને કારણે સાંજે 6 કલાકથી લગભગ 8 લાખ ક્યૂસેક પાણી છોડવાની સંભાવના જોવામાં આવી રહી છે. પાણીની વિપુલ આવક સામે સતત સરદાર સરોવર નર્મદા નિગમ લી. તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહેલ છે. ભરૂચ સહિત નીચાણવાળા વિસ્તારોને પુરની વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.