મૌલિક ધામેચા/અમદાવાદ : જ્યારે અમદાવાદના નહેરુબ્રિજનું ઉદઘાટન થયું, ત્યારે જવાહલાલ નહેરું એક ખાસ કારમાં બેસીને નહેરુબ્રિજ પર પહોંચ્યા હતા. જો એ કાર અમદાવાદમાં આજે પણ જોવા મળે તો !! નવાઈ લાગશે. પરંતુ આજે પણએ કારની હયાતી છે. આખરે ક્યાં? તો આવો જાણીએ. વિન્ટેજ અને ક્લાસિક કાર વિશે સાંભળવું જેટલું રસપ્રદ છે. તેટલો જ રસપ્રદ છે તેમનો ઈતિહાસ. અમદાવાદમાં દર બે વર્ષે યોજાતાં વિન્ટેજ એન્ડ કલાસિક કાર એક્સિબિશનમાં આવી એક નહીં પરંતુ 80 વીન્ટેજ અને કલાસિક કાર જોવા મળી. જેનું અમદાવાદ સાથે જાણે કે વર્ષો પુરાણો નાતો હોય. કેટલીક એવી દુર્લભ કાર્સ પણ અહીં જોવા મળી. જેનાં વિશે સાંભળતાં તમને અમદાવાદનો ભવ્યાતિભવ્ય ભૂતકાળ યાદ આવી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થાય છે હજારો કિલો સાકરનો વરસાદ, જો એક ટુકડો પણ મળ્યો તો સમજો બેડો પાર !


મર્સિડીઝ, પોર્શે, એમ જી હેક્ટર જેવી લેટેસ્ટ સ્પોર્ટસ કાર્સ સાથે અહીં 1940 પહેલાંની વિન્ટેજ કાર અને 1940 પછીની પણ 25 વર્ષ જૂની કાર એટલે કે કલાસિક કાર જોવા મળી. જેમાં સૌનું ધ્યાન ખેંચે તેવી આ રેડ કારનો ઈતિહાસ અનેરો છે. 1956ની શેવરોલે બેલેર કારે કાર છે. જેમાં વર્ષો પહેલાં ભારતનાં પુર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સવારી કરી. જે આજે અમદાવાદના રહેવાસી એવાં સ્નેહલ પારેખની દેખરેખ હેઠળ છે. આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ આ વિન્ટેજ એન્ડ કલાસિક કાર એક્સિબિશનમાં હાજરી આપી હતી. 


વડોદરાની ગજબની મિસ્ટ્રી : 17 વર્ષના સ્ટુડન્ટની પ્રેમપ્રકરણમાં આત્મહત્યા? પરિવારનો હત્યાનો આરોપ


ગુજરાત ક્લાસિક એન્ડ વિન્ટેજ કાર કલેક્શનમાં અમદાવાદ સિવાય દિલ્હી, પુના, રાજકોટ જુનાગઢ, ગોંડલ, પુણે અને જેતપુરથી પણ કાર ઓનર્સ જોવા મળ્યા હતા. એટલું જ નહીં અહીં તો 1947 સમયનાં વિવિધ 20 જેટલાં બાઈક પણ જોવા મળ્યા હતા. જો તમે પણ આ વિન્ટેજ કાર અને બાઈક કલેક્શનને જોવા માંગતા હોવ તો પહોંચી જાવ અને એન્જોય કરો આપણાં ઈતિહાસને.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube