Gujarat Navratri 2024: ગુજરાત એટલે ગરબા અને ગરબા એટલે ગુજરાત. ગરબાએ ગુજરાતની સંસ્કૃતિ છે, ગુજરાતીઓના નસે નસમાં ગરબા હોય છે. વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવનો થનગાનટ અત્યારથી જ જોવા મળી રહ્યો છે. બજારોમાં ખેલૈયાઓની ભીડ જામી છે, યુવતીઓએ ચણિયાચોળી અને શણગારની ખરીદી શરૂ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચકાચક થઇ જશે ગુજરાતના ગામડાઓના રસ્તા! 'દાદા' એ મંજૂર કર્યા 668,00,00,000 કરોડ


  • ગરબે ઘૂમવા ગુજરાતીઓ તૈયાર

  • વિશ્વનો સૌથી મોટો નૃત્ય મહોત્સવ

  • ખેલૈયાઓમાં અત્યારથી જ થનગનાટ 

  • બજારમાં જામી ખેલૈયાઓની ભીડ

  • વિન્ટેજ ડિઝાઈને જમાવ્યું આકર્ષણ

  • અનેક ચણિયાચોળી આવી બજારમાં


ગેનીબેન ઠાકોરે કરી મોટી ભવિષ્યવાણી! 'માત્ર 15 દિવસમાં જ ચૂંટણી આવે છે, તૈયાર રહો'


ગુજરાત એટલે ગરબા અને ગરબા એટલે ગુજરાત...એક સિક્કાની બે બાજુ જેવા આ બન્ને એકબીજાના પર્યાઈ છે. વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવને માણવા સૌ ગુજરાતીઓ થનગની રહ્યા છે. નવલા નોરતાની રાહ જોતા ખેલૈયાઓએ અત્યારથી જ ખરીદી પણ શરૂ કરી દીધી છે. અમદાવાદની બજારોમાં ભીડ જામી છે. અવનવી વેરાયટીવાળી ચણિયાચોળી બજારમાં આવી ગઈ છે. જેને ખરીદવા મહિલાઓમાં પડાપડી પણ જોવા મળી રહી છે.


આ તારીખથી ગુજરાતમા શરૂ થશે મેઘાનો નવો રાઉન્ડ, અંબાલાલે શુ આપ્યો આવનારા ખતરાનો સંકેત?


આ વખતે અમદાવાદના બજારમાં વિન્ટેજ ડિઝાઈન મહિલાઓને ખુબ જ પસંદ આવી રહી છે. વિન્જેટ ચણિયાચોળી સાથે મેચિંગ વિન્ટેજ ઓર્નામેન્ટ્સ પણ ચલણમાં આ વખતે જોવા મળી રહ્યું છે. તો કચ્છી અને ગામઠી ભરત વર્ક તો ગુજરાતની એક આગવી ઓળખ રહી જ છે. ત્યારે આ વર્કવાળી ચણિયાચોળી પણ આકર્ષણ જમાવી રહી છે. તો આરી વર્ક અને કોડીનું વર્ક પણ ખેલૈયાઓનું આકર્ષી રહ્યું છે.


ગુજરાતના આ જિલ્લામાં ફરી ઝડપાયું મેફડ્રોન ડ્રગ્સ! બે મહિલા સહિત એક પુરુષની ધરપકડ


ગરબામાં થનગનાટ કરવા માટે ખેલૈયાઓએ અત્યારથી ખરીદી શરૂ કરી દીધી છે. ચણિયાચોળી, કેડિયુ સહિતની સામગ્રીની ખરીદી માટે બજારમાં ભીડ જોવા મળી રહી છે. તો ગરબા આયોજકો પણ ગરબા આયોજન માટે કામ લાગી ગયા છે. ખાસ શહેરોમાં કોમર્શિયલ ગરબાનો વધારે ક્રેઝ જોવા મળે છે. ખેલૈયાઓ પાસ ખરીદીને ગરબે રમવા જતા હોય છે.


  • ખેલૈયાઓમાં અત્યારથી જ થનગનાટ 

  • ગરબે ઘૂમવા ગુજરાતીઓ તૈયાર

  • નોરતાની ખરીદી માટે જામી ભીડ

  • અવનવી ચણિયાચોળીનું આકર્ષણ

  • આ વર્ષે વિન્ટેજ ડિઝાઈનનો ક્રેઝ 


સમાજ માટે પ્રેરણારૂપ કિસ્સો! બનાસની ધરતી પર બીજું અંગદાન, 68 વર્ષીય મધુબેને માનવતા..


ગુજરાતના ગરબા ગુજરાત કે ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. ગુજરાતના ગરબાના રંગે હવે તો સમગ્ર વિશ્વ રંગાય છે. દુનિયાનો એવો કોઈ દેશ નથી કે જ્યાં ગરબા થતાં ન હોય...જ્યાં જ્યાં ગુજરાતીઓ વસ્યા છે ત્યાં ત્યાં ગરબા રમવાનું તેઓ ભૂલતા નથી. ત્યારે આ વખતે ગુજરાતમાં ગરબાનો ઉત્સાહ કેવો રહે છે તે જોવું રહ્યું.