ગાંધીધામ : ગાંધીધામ ખાતે તોફાન જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. આ મામલો થાળે પાડવા ગઈ પોલીસ પર પણ પથ્થરમારો થયો હતો જેના પગલે તેમની બે જીપના કાચ તૂટી ગયા હતા અને સાત જેટલા પોલીસકર્મીઓ ઘાયલ પણ થયા હતા. ગાંધીધામમાં આ પરિસ્થિતિ ઉભી થવાનું કારણ છે સોશિયલ સાઇટ પર મહેશ્વરી સમાજના આધ્ય ધર્મગુરુ અંગે કરાયેલી અયોગ્ય પોસ્ટ. આ પોસ્ટનો વિવાદ એટલો ઉકળ્યો કે થોડાક કલાકો માટે શહેરની શાંતિ બાનમાં મુકાઈ ગઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોબાઇલ સિમ માટે આધાર જરૂરી છે કે નહીં? સરકારના લેટેસ્ટ નિર્દેશે કરી સ્પષ્ટતા


અસામાજિક તત્વો દ્વારા કરાયેલી ધાર્મિક લાગણીને દુભવતી પોસ્ટ વિશે  એસપી સમક્ષ રજુઆત કરવા ધસી આવેલા ટોળાએ પરત ફરતા સમયે સતત ધમધમતા રહેતા ઓસ્લો સર્કલ પર વાહન વ્યવહાર અટકાવી ધમાલ કરવાનું શરૂ કરી દીધું. આખરે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને અશ્રુગેસના ટોટા છોડ્યા પછી સ્થિતિ કાબૂમાં આવી હતી. 


આ ચક્કાજામના પગલે એસટી અને ખાનગી બસો પણ ફસાઈ હોવાના અહેવાલ છે. જોકે  આ બસોએ અલગ રૂટથી બસો કાઢી હોવાના કારણે પ્રવાસીઓને કોઈ મોટી સમસ્યા થઈ હોવાની માહિતી નથી.