અલ્કેશ રાવ, બનાસકાંઠા: બનાસકાંઠાના ગઢડા ગામે ટોળા દ્વારા હિંસક હુમલો કરાયો હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ટોળા દ્વારા મકાનોમાં તોડફોડ અને આગચંપી કરાઈ હોવાનો પણ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાને પગલે ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ઘટનાનો વીડિયો સામે આવતા અમીરગઢ પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી દીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ગઢડા ગામમાં ટોળા દ્વારા હિંસક હુમલોની ઘટના સામે આવી છે. અમીરગઢના રબારીયા ગામની આદિવાસી યુવતીના આપઘાતના બદલાને લઇને ટોળા દ્વારા હિંસક હુમલો કરાયો કહેવામાં આવી રહ્યું છે. ત્યારે આદિવાસી સમાજના લોકોના ટોળાએ મકાનોમાં તોડફોડ કરી આગચંપી કર્યાના વીડિયો પણ વાયરલ થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગઈકાલે રબારીયા ગામે એક યુવતીએ ઝાડ સાથે લટકી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જેને પગલે આજે ચડોતરું થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


મારી પત્નીને છોડી દેજે નહીં તો... કહી મહિલાના પતિએ યુવક સામે તાકી રિવોલ્વર, બે રાઉન્ડ ફાયરિંગ કર્યા અને...


ઉલ્લેખનીય છે કે, અમીરગઢ તાલુકાના રબારીયા ગામે એક યુવતીની ઝાડ પર લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીનો લટકતો મૃતદેહ જોઈ સ્થળ પર લોકોના ટોળે ટોળાં એકઠા થયા હતા. જો કે, બાદમાં લોકો દ્વારા જાણ કરાયા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. અમીરગઢ પોલીસે યુવતીનો મૃતદેહ ઝડાપ પરથી ઉતારી પીએમ અર્થે ખસેડવા સહિતની તજવીજ હાથ ધરી હતી. જો કે, યુવતીએ કયા કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે કે પછી આ એક હત્યા છે તે ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube