સુરેન્દ્રનગર: ગાંધીના ગુજરાતમાં હવે ગુનાહીત પ્રવૃતિઓ વધી રહી છે. સુરેન્દ્રનગરમાં જાહેર રસ્તા પર લોકોને ક્રુરતાથી માર મારવાનો વિડિયો વાયરલ થયો છે. સુરેન્દ્રનગરમાં જાહેર રસ્તા પર જ દંપતીને અંગત અદાવતમાં માર મારવામાં આવી રહ્યો છે. આ આખી ઘટનાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. ત્રણથી ચાર જેટલા ઇસમો દ્વારા લાકડી અને લોખંડની પાઇપ વડે યુવકને માર મારતા તેનું મોત થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


અંગત અદાવત રાખીને જાહેર રસ્તા પર યુવકની કારઇ હત્યા 
મળતી માહિતી પ્રમાણે આ વીડિયો સુરેન્દ્રનગરના પાટડીનો હોવાનો સામે આવ્યુ છે. ચાર લોકો દ્વારા દંપત્તીને જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો છે. આ દંપતી આવતા જતા લોકો પાસે મદદ માગે છે તોપણ કોઇ તેમની મદદ કરવા માટે કોઇ તૈયાર થતું નથી. આ મારની પાછળ પ્રેમ પ્રકરણમાં અંગત અદાવત હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં પતિનું મોત નીપજ્યું છે જ્યારે પત્નીને ગંભીર ઇજા પહોંચી છે. હાલ પત્ની હેસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.