અમદાવાદ : છેલ્લા 4-5 દિવસથી ગુજરાતમાં ગ્રેડ પે મુદ્દે પોલીસ આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલન દિવસેને દિવસે વેગ પકડી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદમાં પોલીસ પરિવારો પણ આક્રોશિત જોવા મળી રહ્યા છે. જેના કારણે પોલીસ ઉપરાંત તેમના પરિવાર દ્વારા પણ ઉગ્ર દેખાવો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ શાહીબાગ હેડક્વાર્ટર ખાતે પણ મહિલાઓએ થાળી અને વેલણ લઇને વિરોધ કર્યો હતો. ગ્રેડ પે અમારો હક્ક જેવા સુત્રો સાતે પોલીસ પરિવારની મહિલાઓ રોડ પર ઉતરી હતી. પોલીસ કર્મચારીઓ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં નારા લગાવતા જોવા મળી રહ્યા હતા. છેલ્લા એક કલાકથી 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jamnagar: દેશની ધરોહરની ચોરી કરનારી આંતરરાજ્ય ગેંગને જામનગર પોલીસે ઝડપી લીધી


મંગળવારે મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ પરિવારની મહિલાઓએ થાળી-વેલણ વગાડી હાર્દિક પંડ્યાના આંદોલનને ટેકો જાહેર કર્યો હતો. આ પ્રકારે સુરતમાં પણ પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ મંગળવારે સાંજે એકત્ર થઇને થાળી વેલણ દ્વારા ગ્રેડ-પેની માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ જવાનો વિરોધ નથી કરી શકતા તેવી સ્થિતિમાં ગુજરાત પોલીસના પરિવાર દ્વારા સમગ્ર ગુજરાતમાં વિરોધ નોંધાવાઇ રહ્યો છે. પોલીસ હેડક્વાર્ટરની બહાર પરિવારો દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે. 


રાહતના સમાચાર: પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ભાવ વધારા વચ્ચે તેલની કિંમતમાં 10 નો ઘટાડો


પોલીસ પરિવારની મહિલાઓએ જણાવ્યું કે, જિલ્લા પોલીસ પરિવારોની મહિલાઓને બહાર નીકળવાની અપીલ કરી છીએ. માંગણીનું નિરાકરણ નહી આવે તો હવે બાળકો સાથે બહાર નીકળીશું. સોમવારે મોડી રાત સુધી આંદોલન ચાલ્યું હતું. સત્યાગ્રહ છાવણીએ પહોંચ્યા. મંગળવારે પોલીસ પરિવાર મોડી રાત્રે પણ સત્યાગ્રહ છાવણી ખાતે મહિલાઓ જોવા મળી હતી. તેમણે કહ્યું કે, ગૃહમંત્રી બાળક માટે બહાર આવી શકે તો પોલીસ માટે કેમ નહી? મહિલાઓએ રાત્રી ભોજન પણ છાવણી ખાતે જ લીધું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube