જેલમાંથી છુટતા જ વિપુલ ચૌધરીના સૂર બદલાયા, Amul ના પૂર્વ એમડી આરએસ સોઢીને અંગ્રેજ ગણાવ્યા
Vipul Chaudhary On Amul MD : એક નિવેદનમાં વિપુલ ચૌધરીએ જણાવ્યું કે, હવે એમ લાગે છે કે દૂધ સાગર ડેરી ફોરવર્ડ ગિયરમાં ચાલશે. હવે એમ લાગે છે કે દૂધ સાગર ડેરીની દિલ્હી સ્થિત ડેરીઓની ક્ષમતાનો વ્યવસ્થિત ઉપયોગ થશે
Vipul Chaudhary On Amul MD તેજસ દવે/મહેસાણા : દૂધસાગર ડેરીમાં ગેરરીતિ મામલે જેલમાં બંધ વિપુલ ચૌધરીને ગત મહિને જામીન મળ્યા હતા. જોકે જેલમાંથી બહાર આવતા જ વિપુલ ચૌધરીના સૂર બદલાયા છે. થોડા સમય પહેલા આક્રમક નિવેદનબાજી કરનારા વિપુલ ચૌધરી હવે મીઠા બોલ બોલવા લાગ્યા છે. એક નિવેદનાં વિપુલ ચૌધરીએ જણાવ્યું કે, હવે એમ લાગે છે કે દૂધ સાગર ડેરી ફોરવર્ડ ગિયરમાં ચાલશે. હવે એમ લાગે છે કે દૂધ સાગર ડેરીની દિલ્હી સ્થિત ડેરીઓની ક્ષમતાનો વ્યવસ્થિત ઉપયોગ થશે.
પૂર્વ ગૃહ પ્રધાન અને દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી આજે મહેસાણા કોર્ટમાં મુદ્દતમાં હાજરી આપી હતી. જેલમાંથી છૂટ્યા બાદ વિપુલ ચૌધરીના સૂર બદલાયા હોય તેવું લાગે છે. તેમણે કહ્યુ હતું કે, હવે એમ લાગે છે કે દૂધ સાગર ડેરી ફોરવર્ડ ગિયરમાં ચાલશે. હવે એમ લાગે છે કે દૂધ સાગર ડેરીની દિલ્હી સ્થિત ડેરીઓની ક્ષમતાનો વ્યવસ્થિત ઉપયોગ થશે. માનસાગર ડેરી અને મોતિસગર ડેરીની ક્ષમતાનો પૂરો ઉપયોગ થશે. હુ અમૂલનો અધ્યક્ષ હતો ત્યારે દિલ્હીમાં 32 લાખ લીટર દૂધ વેચાતું હતું. જેમાંથી 50 ટકા 16 લાખ લીટર દૂધ દૂધ સાગર ડેરીનું વેચાતું હતું. દિલ્હીમાં આજે 43 લાખ લીટર જેટલું માર્કેટ પહોચ્યું છે. ત્યારે ફરીથી દૂધ સાગર ડેરીનું 16 લાખ લીટર દૂધ વેચાય એવી આશાઓ છે.
આ પણ વાંચો :
ફ્લેટની ચાવી કુંડા કે ડોરમેટ નીચે છુપાવીને જવાની આદત હોય તો ચેતજો, નહિ તો આવું થશે
ગુજરાતમાં IASમાં થશે મોટા ફેરફાર : દિલ્હીથી આવ્યો ઓર્ડર, શરૂ થશે વાટકી વહેવાર
તો અમૂલના પૂર્વ એમડી આરએસ સોઢીની હકાલપટ્ટી મુદ્દે વિપુલ ચૌધરીએ કહ્યું કે, રિવર્સ ગિયરમાં દૂધ સાગર ડેરીને નાંખવામાં આવી હતી. નિયામક મંડળને જે ઠીક લગે એ બરાબર છે. વ્યક્તિઓ આવવાના અને જવાના, પણ વ્યવસ્થાઓ વધારે મહત્વની છે. સહકારી માળખામાં સહકારી વ્યવસ્થાઓ જે સમજી શકે એ જ મહત્વનું છે.
સાથે જ વિપુલ ચૌધરીએ અમૂલના પૂર્વ એમડી આરએસ સોઢીને અંગ્રેજ ગણાવ્યા. તેમણે આરએસ સોઢી માટે કહ્યું કે, બાકી અંગ્રેજો જેવી એમની નીતિ હતી કે ભાગલા પાડો અને રાજ કરો એ હવે બંધ થશે. દૂધ ઘટતું હોય છતાં પાવડર પ્લાન્ટ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. પાવડર બનાવવાનો હોય તો દિલ્હીમાં ડેરી શુ કામ કરી? હવે એમ લાગે છે કે દૂધ સાગર ડેરી ફોરવર્ડ ગિયરમાં ચાલશે. હવે પાવડર પ્લાન્ટની જરૂર નહીં પડે. સર્વાનુમતે કામકાજ થાય એ સહકારી માળખામાં વધુ ઈચ્છનીય હોય છે.
મહત્વનું છે કે રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 800 કરોડના કૌભાંડનો આરોપ છે. જેને લઇ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ ગત મહિને તેમને જામીન મળ્યા હતા.
આ પણ વાંચો : SP એ સપાટો બોલાવ્યો, અમદાવાદ ગ્રામ્યમાં પીઆઈ સહિત 14 પોલીસકર્મીઓ સસ્પેન્ડ કર્યાં