અલ્કેશ રાવ, બનાસકાંઠા: અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરની ફેસબુક પર કરેલી વિવાદિત પોસ્ટ વાયરલ થઇ છે. નવઘણજીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘આપણા ઠાકોર સમાજની દીકરી બીજા સમાજમાં લગ્ન કરે તો આપણો જૂનો રિવાજ અમલ કરો, દીકરી દૂધ પીતી બસ.’ નવઘણજીની આ વિવાદિત પોસ્ટની ફેસબુક પર ટિકા કરવામાં આવી છે. જો કે, નવઘણીજીએ આ વિવાદિત પોસ્ટ ડિલીટ કરી ધીધી છે. ખુલ્લેઆમ દીકરી દૂધ પીતી કરવાની હિમાયતથી નવઘણજીની મુશ્કેલીઓમાં વધારો થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- અલ્પેશ અને ધવલસિંહ પહેલા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા આ નેતા, જાણો કોણ-કોણ છે યાદીમાં


તાજેતરમાં જ દાંતીવાડાના ઠાકોર સમાજ દ્વારા પોતાના સમાજનું બંધારણ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ઠાકોર સમાજની કોઇપણ દીકરી અન્ય જ્ઞાતિમાં લગ્ન કરે તો તેના વાલીઓને દંડ તેમજ બહિષ્કાર કરવાનો નિર્ણ કરવામાં આવ્યો છે. તેમજ આ ઉપરાંત કુવારી દીકરીઓના મોબાઈલ વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે, ઠાકોર સમાજ દ્વારા આ બંધારણ જાહેર કર્યા બાદ નવઘણજી ઠાકોર દ્વારા ફેસબુક પર વિવાદિત પોસ્ટ કરવામાં આવી હતી. ત્યારે નવનિયુકતી રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર દ્વારા બનાવવામાં આવેલ અખિલ ઠાકોર સમાજ સમિતિના નવઘણજી ઠાકોર પ્રમુખ છે.


વધુમાં વાંચો:- મોરબીમાં બુટલેગરોએ કર્યો પોલીસ પર પથ્થરમારો, 5 જવાનો ઇજાગ્રસ્ત


નવઘણજીએ ફેસબુક પર કરેલી વિવાદિત પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, ‘આપણા ઠાકોર સમાજની દીકરી બીજા સમાજમાં લગ્ન કરે તો આપણો જૂનો રિવાજ અમલ કરો, દીકરી દૂધ પીતી બસ.’ ત્યારબાદ નવઘણજી ઠાકોરની ફેસબુકમાં આ વિવાદિત પોસ્ટ વાયરલ થઇ છે. ત્યારે અનેક આગેવાનોએ ફેસબુક ચેટિંગમાં નવઘણજી ઠાકોરના નિવેદનને વખોડવામાં આવ્યું છે. ફેસબુક પર કરેલી વિવાદીત પોસ્ટની ટીકા થતા નવઘણજીએ આ પોસ્ટને ડીલીટ કરી હતી. જોકે, ખુલ્લેઆમ દીકરી દૂધ પીતી કરવાની હિમાયતથી નવઘણજીની મુશ્કેલીઓમાં વધારો થશે.


જુઓ Live TV:- 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...